મહારાષ્ટ્ર બાદ બંગાળ પણ ડોમેસ્ટિક ફલાઇટ શરૂ કરવાના મૂડમાં નથી, મમતા કરશે કેન્દ્ર સાથે વાત

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી (ફાઇલ તસવીર)

25 મેથી શરૂ થનારી ડોમેસ્ટિક ફ્લાઇટ્સને લઈ હવે પશ્ચિમ બંગાળની સરકારે પણ અસમંજસની સ્થિતિ ઊભી કરી દીધી

 • Share this:
  કોલકાતાઃ 25 મેથી શરૂ થનારી ડોમેસ્ટિક ફ્લાઇટ્સને લઈ મહારાષ્ટ્ર (Maharashtra) બાદ હવે પશ્ચિમ બંગાળ (West Bengal)ની સરકારે પણ અસમંજસની સ્થિતિ ઊભી કરી દીધી છે. બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee)એ શનિવારે કહ્યું કે તેઓ કેન્દ્રથી કોલાકાતા અને બાગડોગરા એરપોર્ટ પર કેટલાક દિવસો માટે Domestic Flight Services રોકવા માટે આગ્રહ કરશે. આ ફ્લાઇટ સેવાઓ 25 મેથી શરૂ થવાની છે પરંતુ રાજ્ય આ સમયે અમ્ફાન વાવાઝોડા (Amphan Cyclone)થી થયેલા નુકસાનના રાહત કાર્યમાં વ્યસ્ત છે.

  મમતા બેનર્જીએ કહ્યું કે, તેઓએ મુખ્ય સચિવથી નાગરિક ઉડ્ડયન મંત્રાલયને 30 મે સુધી કોલકાતા એરપોર્ટ પર અને 28 મે સુધી બાગડોગરા એરપોર્ટ પર સેવાઓને સ્થગિત કરવાનો અનુરોધ કરવા માટે કહ્યું છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રના એક અધિકારીએ શનિવારે કહ્યું છે કે રાજ્ય સરકારે 19 મેના પોતાના લૉકડાઉનના આદેશમાં હજુ સુધી સંશોધન નથી કર્યું, જેમાં માત્ર કેટલીક ખાસ પ્રકારની ફ્લાઇટ્સની મંજૂરી આપવામાં આવી છે.
  સ્પેશલ ટ્રેનને પણ રોકવાની કરી અપીલ

  રાજ્યએ કેન્દ્રને અપીલ કરી કે, જિલ્લા પ્રશાસન વાવાઝોડા અમ્ફાન બાદ રાહત, પુનર્વાસના કામમાં લાગેલા છે. તેથી આગામી થોડા દિવસ માટે સ્પેશલ ટ્રેનોને રિસીવ કરવી શક્ય નથી. આપને અનુરોધ છે કે 27 મે સુધી રાજ્યમાં કોઈ સ્પેશલ ટ્રેન ન મોકલવામાં આવે.

  આ પણ વાંચો, Amphanની અસર, ભારે વરસાદથી કોલકાતા એરપોર્ટ તળાવમાં ફેરવાયું, અનેક પ્લેન ફસાયા

  બેનર્જીએ કહ્યું કે રાજ્યમાં પરત ફરનારા લોકોને 14 દિવસ માટે ક્વૉરન્ટીન કરવામાં આવશે અને પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. પરંતુ સરકાર તેમાં સહયોગ કરે. તેઓએ કહ્યું કે, ઘરથી વધુ સારું બીજું કશું નથી હોતું. પરંતુ આપને ક્વૉરન્ટીનના દિશા-નિર્દેશોનું પાલન કરવું જોઈએ. પરત આવી રહેલા લોકો માટે દરેક જિલ્લામાં પરીક્ષણ સુવિધાઓ હશે.  આ પણ વાંચો, Super Cyclone Amphan: તોફાનમાં આવી રીતે ફેંકાયા અનેક ટ્રક
  Published by:Mrunal Bhojak
  First published: