શપથગ્રહણ સમારોહમાં જવું એ સન્માનની વાતઃ મમતા બેનર્જી

News18 Gujarati
Updated: May 29, 2019, 7:17 AM IST
શપથગ્રહણ સમારોહમાં જવું એ સન્માનની વાતઃ મમતા બેનર્જી

  • Share this:
લોકસભા ચૂંટણીમાં જીત બાદ વડાપ્રધાન મોદી 30 મેએ વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરશે, શપથગ્રહણ સમારોહમાં દેશ દુનિયાની અનેક હસ્તીઓ સામેલ થશે, ખાસ કરીને દેશમાં વિપક્ષમાંથી કોને કોને આમંત્રણ આપવામાં આવશે તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. જો કે આ લિસ્ટમાં તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સામેલ છે. મમતા બેનર્જીને પણ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

શપથ સમારોહના નિયંત્રણ પર મમતા બેનર્જીએ કહ્યું કે મંગળવારે જ તેઓને દિલ્હીથી આમંત્રણ મળ્યું છે અને તેઓ આ કાર્યક્રમમાં જરૂરથી સામેલ થશે. મમતાએ રાજ્ય સચિવાલયમાં કહ્યું કે આવા કાર્યક્રમમાં સામેલ થવું એ સમ્માનની વાત છે અને તેઓ 30એ વડાપ્રધાન શપથ સમારોહમાં હાજર રહેશે.

 

અહીં ક્લિક કરી વાંચોઃ ગુજરાતમાં શાળાઓમાં નવરાત્રી વેકેશન રહેશે યથાવત્

તો હાલ પશ્ચિમ બંગાળમાં રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાઇ ગયા છે. જેમાં ટીએમસીના બે અને સીપીએમના એક ધારાસભ્યોનો સમાવેશ થાય છે.
First published: May 28, 2019
વધુ વાંચો
अगली ख़बर