મમતા બેનર્જીએ PM મોદી સાથે મુલાકાત કરી, કોરોના વેક્સીન અને રાજ્યનું નામ બદલવાનો મુદ્દો ઉઠાવ્યો

PM મોદી સાથે મમતા બેનર્જીએ મુલાકાત કરી

CM Mamata Banerjee- મમતા બેનર્જી બુધવારે દસ જનપથમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે

  • Share this:
    નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના (West Bengal)મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (CM Mamata Banerjee)મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન સીએમ મમતાએ રાજ્યમાં કોરોનાની સ્થિતિ અને વેક્સીનનો મુદ્દો ઉઠાવ્યો હતો. પીએમ મોદી સાથે મુલાકાત પછી સંવાદદાતાઓ સાથે વાતચીતમાં કહ્યું કે આજે પીએમ સાથે શિષ્ટાચાર મુલાકાત થઇ. બેઠક દરમિયાન રાજ્યમાં કોરોના અને વધારે વેક્સીન અને દવાઓની જરૂરિયાતનો મુદ્દો ઉઠાવ્યો છે. મેં રાજ્યનું નામ બદલવાના મુદ્દાને પણ ઉઠાવ્યો. આ મુદ્દે તેમણે કહ્યું કે તે મામલાને જોશે.

    આ પહેલા મમતા બેનર્જીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કમલનાથ અને આનંદ શર્મા સાથે મુલાકાત કરી હતી. તે બુધવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત કરી શકે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સોમવારે પોતાના પાંચ દિવસીય પ્રવાસે દિલ્હી પહોંચ્યા હતા. ત્રીજી વખત પશ્ચિમ બંગાળની સત્તા સંભાળ્યા પછી મમતા બેનર્જીનો દિલ્હીનો પ્રથમ પ્રવાસ છે.

    આ પણ વાંચો - IND vs SL, 2nd T20I: કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ, બીજી ટી-20 મેચ સ્થગિત

    મમતા બેનર્જી બુધવારે દસ જનપથમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. અભિષેક મનુ સિંધવી સહિત વિપક્ષી દળોના ઘણા અન્ય નેતાઓને મળવાનો પણ તેમનો કાર્યક્રમ છે. તૃણમુલ કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે 26-30 જુલાઈ દરમિયાન મમતા બેનર્જી સંસદ પણ જઈ શકે છે, જ્યાં મોનસૂન સત્ર ચાલી રહ્યું છે.

    ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપા વિરોધી દળોનું ગઠબંધન બનાવવાની સંભાવનાઓને શોધવા દિલ્હીમાં વિપક્ષી નેતાઓ સાથે વાતચીત કરશે.
    Published by:Ashish Goyal
    First published: