મમતાએ પુલવામા આતંકી હુમલા પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી પહેલા જ કેમ થયો Attack?

News18 Gujarati
Updated: February 19, 2019, 7:50 AM IST
મમતાએ પુલવામા આતંકી હુમલા પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી પહેલા જ કેમ થયો Attack?
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (ફાઇલ તસવીર)

  • Share this:
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પુલવામા હુમલા પર સવાલ ઉઠાવ્યા છે. તેઓએ કહ્યું કે ચૂંટણીના થોડા સમય પહેલા આ પ્રકારનો હુમલો કેમ થયો. મમતા બેનર્જીએ સોમવારે કહ્યું કે ઇન્ટેલિજન્સ રિપોર્ટ હોવા છતા પણ સીઆરપીએફના આટલા મોટા કાફલાને એક સાથે કેમ મોકલવામાં આવ્યો. મમતા બેનર્જીએ સવાલ કર્યો કે જવાનોને એલલિફ્ટ કેમ ન કરવામાં આવ્યા. તેમાં કેટલા પૈસા ખર્ચ થાય છે.

સાથે જ મમતાએ કહ્યું કે સરકારને એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઇએ જેઓએ હુમલાને અંજામ આપ્યો છે, પરંતુ આવા સમયે ભાજપ-આરએસએસે કોમી રમખાણો કરવાનો પ્રયાસ કર્યો તો દેશ માફ નહીં કરે. મમતાએ પોતાનો ફોન ટેપ થતો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

અહીં ક્લિક કરી વાચોઃ પુલવામા હુમલો : પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ, બોલિવૂડમાં નહીં મળે કામ

ઉલ્લેખનીય છે કે ગુરુવારે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલામાં 44 જવાન શહીદ થયા. આ ઘટના બાદ સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઇ છે. લોકો સોશિયલ મીડિયા તથા અન્ય માધ્યમોથી આ હુમલાનો બદલો લેવાની વાત કરી રહ્યાં છે. જો કે આ મુદ્દે રાજકીય નિવેદનો પણ થઇ રહ્યાં છે.

આ પહેલા કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ પુલવામા હુમલા પર કહ્યું હતું કે આતંકવાદ માટે કોઇ દેશ અને વ્યક્તિ વિશેષ જવાબદાર ન ઠેરવવા જોઇએ. માત્ર ચાર આતંકીઓના હુમલાને કારણે બે દેશમાં વધી રહેલા વિકાસ અને મિત્રતા પર કોઇ અસર ન પડવો જોઇએ. સાથે જ સિદ્ધુએ કાશ્મીરમાં જવાનોની સુરક્ષાને લઇને પણ સવાલો ઉઠાવ્યા હતા.
First published: February 18, 2019, 5:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading