કોલકાતાઃ પશ્ચિમ બંગાળ (West Bengal)ની મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) અનેકવાર વિપક્ષ પર હુમલો કરતાં જોવા મળતા હોય છે. પોતાના વિરોધીઓ પર આક્રમક હુમલાઓ કરનારી મમતા બેનર્જીને પેઇન્ટિંગનો શોખ છે. થોડા દિવસો પહેલા એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં તેઓ પિયાનો વગાડી રહ્યા હતાં. ગુરુવારે તેઓ કોલકાતામાં બંગ્લા સંગીત મેળા 2020માં હિસ્સો લેવા પહોંચ્યા. અહીં તેમણે ઉત્સાહભેર મેળામાં ભાગ લીધો ઉપરાંત બીજેપી સામે નિવેદન આપતાં કહ્યું કે ગુજરાતના વિકાસ મૉડલ (Gujarat Development Model)ને બંગાળમાં ક્યારેય પ્રવેશ નહીં મળે.
કલા અને સંગીતની પ્રેમી મમતા પોતાને સંગીતના તાલે નાચતા રોકી ન શક્યા. આ દરમિયાન સંગીત મેળામાં આદિવાસી સંગીતકાર હેમ્બ્રમ પુરસ્કાર લેવા પહોંચ્યા. તે સમયે હેમ્બ્રમ એક સંગીત પર ડાન્સ કરી રહી હતી. ત્યારે મમતા બેનર્જીએ તેમનો હાથ પકડીને નાચવાનું શરૂ કરી દીધું.
આ પણ વાંચો, અટલ જયંતીઃ રાષ્ટ્રપતિ કોવિંદ અને PM મોદીએ પૂર્વ વડાપ્રધાન વાજપેયીજીને અર્પી શ્રદ્ધાંજલિ
ગુજરાતના વિકાસ મૉડલને બંગાળમાં ક્યારેય એન્ટ્રી નહીં મળે- મમતા બેનર્જી
આ દરમિયાન પોતાના ભાષણમાં મમતા બેનર્જીએ એકતાનું આહ્વાન કર્યું અને કહ્યું કે બંગાળને ગુજરાત નહીં બનવા દેવાય. મમતાએ બીજેપીના દાવા પર કટાક્ષ કરતાં કહ્યું કે, ગુજરાતના વિકાસ મૉડલને બંગાળમાં ક્યારેય એન્ટ્રી નહીં મળે.
આ પણ જુઓ, Christmas 2020: દુનિયાભરમાં ક્રિસમસની ધૂમ, કોરોના કાળમાં કેવી રીતે થઈ રહ્યું છે સેલિબ્રેશન
બેનર્જીએ કહ્યું કે, રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત અને જય હિંદના નારા સમગ્ર દુનિયાને બંગાળે આપ્યા. TMC નેતાએ કહ્યું કે, નેતાજીએ આપણને જય હિંદ આપ્યું જે વિશ્વ પ્રસિદ્ધ છે. બંકિમચંદ્રએ રાષ્ટ્રીય ગીત વંદે માતરમ અને રવીન્ર્રનાથ ટાગોરે આપણને રાષ્ટ્રગીત આપ્યું. આ તમામ બંગાળની ધરતીથી આવ્યા છે. જોકે બંગાળને બદનામ કરવાનો પ્રયાસ કઠિન છે, પરંતુ મારું માનવું છે કે એક દિવસ, સમગ્ર દુનિયા બંગાળને સલામ કરશે. નોબેલ પુરસ્કારથી લઈને બાકી બધું બંગાળથી છે. અમે બંગાળને ગુજરાત નહીં બનવા દઈએ.
Published by:Mrunal Bhojak
First published:December 25, 2020, 11:16 am