બંગાળ બીજેપીના અધ્યક્ષ ઘોષ કોરોના પૉઝિટિવ, ગૌમૂત્રને બતાવ્યું હતું કોવિડ-19થી બચવાનો ઉપાય

News18 Gujarati
Updated: October 17, 2020, 8:07 AM IST
બંગાળ બીજેપીના અધ્યક્ષ ઘોષ કોરોના પૉઝિટિવ, ગૌમૂત્રને બતાવ્યું હતું કોવિડ-19થી બચવાનો ઉપાય
દિલીપ ઘોષ (ફાઇલ તસવીર)

હૉસ્પિટલના એક વરિષ્ઠ ડૉક્ટરે જણાવ્યું કે ઘોષને 102 ડિગ્રી તાવ હતો, હાલ તેમની સારવાર ચાલી રહી છે. તેમનાઑક્સિજનનું સ્તર સામાન્ય છે. ચિંતાની કોઈ વાત નથી.

  • Share this:
કોલકાતા: પશ્ચિમ બંગાળના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ (West Bengal BJP) દિલીપ ઘોષ (Dilip Ghosh) શુક્રવારે કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત આવ્યા છે. જે બાદમાં તેઓને સારવાર માટે હૉસ્પિટલ (Hospital)માં ખસેડવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગે આપેલી જાહેરાત પ્રમાણે તેમને તાવ હતો. જે બાદમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હૉસ્પિટલના એક વરિષ્ઠ ડૉક્ટરે જણાવ્યું કે ઘોષને 102 ડિગ્રી તાવ (Fever) હતો, હાલ તેમની સારવાર ચાલી રહી છે. તેમના ઑક્સિજનનું સ્તર સામાન્ય છે. ચિંતાની કોઈ વાત નથી. છેલ્લા બે દિવસથી ઘોષની તબીયત સારી ન રહેતા તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે પશ્ચિમ બંગાળ પ્રદેશ બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષ કોરોના વાયરસના સંક્રમણને લઈને વિવાદિત નિવેદનો કરીને ચર્ચામાં રહ્યા હતા. આ પહેલા તેમણે એક નિવેદનમાં કહ્યુ હતુ કે ગૌમૂત્ર પીવાથી શરીરમાં કોરોના વાયરસ સહિત તમામ પ્રકારના વાયરસથી લડવાની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે.

આ પણ જુઓ-ગત દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘોષનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ કહી રહ્યા હતા કે, "જો હું તમને ગાયની વાત કરું તો અનેક લોકોને નહીં ગમે. ગધેડા ક્યારેય પણ એક ગાયનું મહત્ત્વ નહીં સમજે. આ ભારત છે, ભગવાન કૃષ્ણની ધરતી, અહીં ગાયની પૂજા કરવામાં આવે છે. આપણે સ્વસ્થ રહેવા માટે ગૌમૂત્ર પીવું જોઈએ. જે દારૂ પીવે છે તેઓ એક ગાયનું મહત્ત્વ કેવી રીતે સમજશે."આ પણ વાંચો: 

ગુજરાતમાં કોરોનાના નવા 1,191 કેસ

રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)1,191 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1,279 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 11 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3,620 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં (SURAT Coronavirus updates) 268 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,57,474 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 14,705 છે. આજે રાજ્યમાં કુલ 52,657 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.36 ટકા છે.
Published by: Vinod Zankhaliya
First published: October 17, 2020, 7:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading