Home /News /national-international /BJP સાંસદની પત્ની TMCમાં સામેલ થતાં પતિ-પત્ની વચ્ચે વધ્યો વિવાદ, સૌમિત્ર ખાને મોકલી તલાકની નોટિસ

BJP સાંસદની પત્ની TMCમાં સામેલ થતાં પતિ-પત્ની વચ્ચે વધ્યો વિવાદ, સૌમિત્ર ખાને મોકલી તલાકની નોટિસ

સૌમિત્ર ખાનની પત્ની સુજાતા મંડલ ખાન સોમવારે સત્તારૂઢ તૃણમૂલ કૉંગ્રેસમાં સામેલ થઈ ગયા.

પશ્ચિમ બંગાળનું રાજકારણ ફરી ગરમાયું, સુજાતા મંડલ ખાન તૃણમૂલ કૉંગ્રેસમાં સામેલ થયા પતિ સૌમિત્ર ખાને મોકલી તલાકની નોટિસ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ (West Bengal)માં વિધાનસભા ચૂંટણી પહેલા ચાલી રહેલી રાજકીય લડાઈએ હવે પારિવારિક લડાઈનું રૂપ ધારણ કરી દીધું છે. બંગાળના વિષ્ણુપુરથી સાંસદ તથા બીજેપી યુવા મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ સૌમિત્ર ખાનની પત્ની સુજાતા મંડલ ખાન (Sujata Mandal Khan)સોમવારે સત્તારૂઢ તૃણમૂલ કૉંગ્રેસ (TMC)માં સામેલ થઈ ગયા. ત્યારબાદ પરિવારમાં જ પરસ્પર કલહ શરૂ થઈ ગયો છે. બીજેપી સાંસદ સૌમિત્ર ખાને (Saumitra Khan)પત્ની સુજાતાને તલાકની નોટિસ મોકલવાનો નિર્ણય કર્યો છે. સાથોસાથ તેઓએ સત્તારૂઢ પાર્ટી TMC પર આરોપ લગાવ્યો કે ગૌ તસ્કરી, કોલસા ચોરી બાદ હવે તૃણમૂલ પત્નીને ચોરી રહ્યા છે.

સૌમિત્ર ખાને કહ્યું કે, જે રીતે તૃણમૂલ ઘરને તોડી રહ્યું છે, આવનારા સમયમાં તેનો જડબાતોડ જવાબ આપીશ. બીજેપી સાંસદે એવો પણ અનુરોધ કર્યો કે ભવિષ્યમાં ખાન ટાઇટલનો ઉપયોગ ન કરો, માત્ર સુજાતા મંડલ નામ જ લખો. બીજી તરફ, કોલકાતા સ્થિત તૃણમૂલ ભવનમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સુજાતાએ પાર્ટીમાં સામેલ થયા બાદ બીજેપી અને પતિ પર અનેક ગંભીર આરોપ લગાવ્યા.

સુજાતાએ લગાવ્યા આ આરોપ

સુજાતા મંડલે કહ્યું કે, મેં રાજ્યમાં પાર્ટીને ઉપર લાવવા માટે કામ કર્યું હતું, પરંતુ હવે બીજેપીમાં કોઈ સન્માન નથી. એક મહિલા હોવાના કારણે મારા માટે પાર્ટીમાં રહેવું મુશ્કેલ હતું. તેઓએ પતિ ઉપર પણ આરોપ લગાવ્યો કે મારી પર ખૂબ જ અત્યાર કરવામાં આવતા હતા. સુજાતાએ કહ્યું કે છેલ્લા 10 મહિનાથી પતિએ તેમની સાથે ક્યારેય વાતચીત નથી કરી. તેઓ પાર્ટીના કાર્યોમાં એટલા વ્યસ્ત હતો કે અમારી સાથે વાત કરવાનો પણ સમય નહોતો.

આ પણ વાંચો, USના રાષ્ટ્રપ્રમુખે PM મોદીને અમેરિકાના સર્વોચ્ચ સન્માન- લીજન ઓફ મેરિટથી કર્યા સન્માનિત

બીજી તરફ, પતિ સૌમિત્ર ખાને કહ્યું કે, સુજાતાને પરિવાર તથા બીજેપીમાં ખૂબ જ સન્માન મળતું હતું. પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાજી તેમને ભાભી કહે છે. પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ નાની બહેન જ્યારે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોય દીકરી કહીને સંબોધે છે. તેઓએ કહ્યું કે, બીજેપીના વરિષ્ઠ નેતાઓ તેમનું આટલું સન્માન આપતા હતા, તેમ છતાં તેઓ છોડીને જતા રહ્યા. તેથી મેં પણ તેમને તલાકની નોટિસ મોકલવાનો નિર્ણય કર્યો છે. તેઓએ કહ્યું કે હું માત્ર બીજેપી માટે કામ કરીશ.

આ પણ વાંચો, જાણો કયા-કયા દેશોમાં નવા કોરોના વાયરસના નવા સ્ટ્રેનની થઈ પુષ્ટિ

નોંધનીય છે કે, ગયા વર્ષે લોકસભા ચૂંટણી પહેલા સૌમિત્ર ખાન તૃણમૂલ કૉંગ્રેસ છોડીને બીજેપીમાં સામેલ થયા હતા. આ પહેલા 2014માં તેઓ તૃણમૂલની ટિકિટ પર બાંકુડાના વિષ્ણુપુરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.
First published:

Tags: Divorce, TMC, West bengal, ભાજપ