પશ્ચિમ બંગાળમાં 52 વર્ષ બાદ શા માટે ફરી બની રહી છે વિધાન પરિષદ?

બંગાળમાં 52 વર્ષ બાદ શા માટે ફરી બની રહી છે વિધાન પરિષદ?

પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદ બનાવવાનો પ્રસ્તાવ પસાર થઈ ચૂક્યો છે. આ પ્રસ્તાવ લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિ આ પ્રસ્તાવને મંજૂરી આપશે. ત્યારબાદ વિધાન પરિષદ બની શકશે

  • Share this:
પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદ બનાવવાનો પ્રસ્તાવ પસાર થઈ ચૂક્યો છે. આ પ્રસ્તાવ લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિ આ પ્રસ્તાવને મંજૂરી આપશે. ત્યારબાદ વિધાન પરિષદ બની શકશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શા માટે વિધાન પરિષદ બનાવવા ઈચ્છે છે અને તેનાથી શું ફાયદો થશે તથા તેના કારણે શું ફેરફાર થશે? તે અહીં જણાવવામાં આવ્યું છે.

મમતા બેનર્જી શા માટે વિધાન પરિષદ બનાવવા ઈચ્છે છે?

મમતા બેનર્જીએ તેના પહેલા કાર્યકાળ દરમિયાન વિધાન પરિષદ બનાવવાનો વાયદો કર્યો હતો. આ વખતે પણ મમતા બેનર્જીએ વાયદો કર્યો છે. માનવામાં આવે છે કે અનેક નેતાઓ વિધાન પરિષદ બનવાની રાહ જોઈ રહ્યા છે. જો TMCએ વાયદો ના નિભાવ્યો તો અનેક નેતાઓ રિસાઈ શકે છે. આ કારણોસર મમતા બેનર્જી પર વિધાન પરિષદ બનાવવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે.

ક્યાં સુધીમાં બનશે?

તેમાં અનેક પ્રકારના પેંચ હોઈ શકે છે. જેના કારણે વિધાન પરિષદનું ગઠન થવામાં વધુ સમય લાગી શકે છે. આ પ્રકારે આસમના મામલે પણ થયું હતું, ત્યારે આસમમાં વિધાનસભાએ પરિષદ બનાવવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો, પરંતુ સમગ્ર મામલો રાજ્યસભામાં અટકી ગયો. આ પ્રકારે રાજસ્થાનના મામલે પણ થયું હતું.

આ પણ વાંચો - મોદી મંત્રીમંડળ વિસ્તાર : કોણ-કોણ બની રહ્યા છે મંત્રી, જુઓ કન્ફર્મ લિસ્ટ

પહેલા પણ રહી છે પરિષદ

બંગાળમાં લગભગ 50 વર્ષ પહેલા વિધાન પરિષદ હતી. તેની શરૂઆત આઝાદી પહેલા વર્ષ 1935માં શરૂ થઈ હતી, ત્યારે પશ્ચિમ બંગાળને વિધાનસભા અને વિધાનસભા પરિષદમાં વહેંચવામાં આવ્યું હતું. આઝાદી બાદ વર્ષ 1952માં બંગાળમાં આ જ વ્યવસ્થા હતી. જેમાં વિધાનસભામાં 240 જ્યારે વિધાનસભા પરિષદમાં 51 સદસ્ય હતા. આ પરિષદને વર્ષ 1969માં ખતમ કરી દેવામાં આવી હતી.

વિધાન પરિષદ શું છે?

ભારતના સંવિધાનના અનુચ્છેદ 168 હેઠળ વિધાનસભા પરિષદનું ગઠન કરવામાં આવે છે. જેમાં સભ્યોની સંખ્યા વિધાનસભાના સભ્યોના એક તૃતિયાંશ ભાગ કરતા વધુ ન હોઈ શકે. જો રાજ્ય વિધાન પરિષદ બનાવવા ઈચ્છે તો વિધાનસભાના એક તૃતિયાંશ સભ્યોના સપોર્ટ સાથે કેન્દ્રમાં પ્રસ્તાવ મોકલવામાં આવે છે, ત્યારબાદ મંજૂરીની પ્રક્રિયા થાય છે.

ચૂંટણી કેવી રીતે થાય છે?

તેના સભ્યોમાંથી એક તૃતિયાંશ સભ્યો રાજ્ય વિધાનસભાના સભ્યો દ્વારા પસંદગી કરવામાં આવે છે. બાકી રહેલ સભ્યો નગરપાલિકા અને જિલ્લા બોર્ડના સભ્યોની પસંદગી કરે છે. કેટલાક સભ્યોની ચૂંટણી ગ્રેજ્યુએટ મતદાતા કરે છે તથા બાકી રહેલ સભ્યોની પસંદગી રાજ્યના શિક્ષકો કરે છે. બંગાળમાં 294 વિધાનસભા સીટ છે, તે માટે વિધાન પરિષદનું ગઠન કરવામાં આવે છે અને તેમાં 98 સીટ હોય છે.

કયા રાજ્યોમાં વિધાન પરિષદ છે?

દેશના 6 રાજ્યોમાં વિધાન પરિષદ છે. આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદ છે. પહેલા જમ્મૂ-કાશ્મીરમાં વિધાન પરિષદ હતી, પરંતુ કેન્દ્રશાસિત રાજ્ય બન્યા બાદ તેની માન્યતા પણ રદ કરવામાં આવી છે.

બંગાળમાં વિધાન પરિષદ બનાવવાનો ભાજપ વિરોધ કરી રહી છે

ભાજપ માની રહી છે કે વિધાન પરિષદના માધ્યમથી રાજનૈતિક રીતે રદ થયેલા લોકોને પાછલા દરવાજેથી સદનમાં મોકલવાની કોશિશ કરી રહી છે. જેને બેકડોર પોલિટિક્સ કહેવામાં આવે છે. ભાજપે બીજુ કારણ જણાવ્યું કે વિધાન પરિષદ બનવાથી રાજકોષ પર દબાણ વધી જશે.

વિધાન પરિષદ બનવાથી માત્ર TMCને ફાયદો થશે?

સવાલ કરવામાં આવી રહ્યો છે કે શું વિધાન પરિષદ બનવાથી માત્ર TMCને ફાયદો થશે? ના વિધાન પરિષદ બનવાથી માત્ર TMCને ફાયદો નહીં થાય. પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદ બનવાથી સૌથી વધુ સભ્ય TMCના હશે, તેથી ભાજપના સભ્યોને જગ્યા નહીં મળી શકે.
First published: