કોલકાતાઃ PM મોદીની ચૂંટણી રેલીના મંચ પર આવ્યા મિથુન ચક્રવર્તી, BJPમાં થયા સામેલ

PM મોદીના મંચ પર મિથુન ચક્રવર્તીએ બીજેપીનો ભગવો ખેસ ધારણ કર્યો, લહેરાવ્યો પાર્ટીનો ઝંડો

PM મોદીના મંચ પર મિથુન ચક્રવર્તીએ બીજેપીનો ભગવો ખેસ ધારણ કર્યો, લહેરાવ્યો પાર્ટીનો ઝંડો

 • Share this:
  કોલકાતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની કોલકાતા (Kolkata)માં ચૂંટણી રેલીના મંચ પર 70 વર્ષીય અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) બીજેપી (BJP)માં જોડાઈ ગયા છે. આ વાતની અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેઓ આ રેલીમાં સામેલ થશે અને બીજેપીનું સભ્યપદ લેશે. PM મોદીની આ રેલી કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં યોજાઈ રહી છે.

  મિથુન ચક્રવર્તી કાળા ચશ્મા અને કાળી ટોપી પહેરીને લંચ પર પહોંચ્યા તો બીજેપી કાર્યકર્તાઓમાં જોશ આવી ગયો. તેઓએ મંચ પર કૈલાશ વિજયવર્ગીયની બાજુમાં બેસાડવામાં આવ્યા. બીજેપીમાં સામેલ થયા બાદ બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તીએ પાર્ટીનો ઝંડો લહેરાવ્યો.

  આ પણ વાંચો, ધર્મનિરપેક્ષતા વૈશ્વિક સ્તરે ભારત માટે મોટો ખતરો, પ્રોપગેન્ડા ફેલાવનારાને સજા ભોગવવી પડશે- યોગી આદિત્યનાથ

  મિથુન ચક્રવર્તી બીજેપીમાં સામેલ થયા બાદ બંગાળ બીજેપી પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે ટ્વીટ કરીને તેમનું બીજેપીમાં સ્વાગત કર્યું. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે, સ્વાગતમ મિથુન દા. પ્રસિદ્ધ અભિનેતા શ્રી મિથુન ચક્રવર્તીજી વિધિવત રીતે બીજેપીમાં સામેલ.

  ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ એટલે કે શનિવારે બંગાળ બીજેપી પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે બેલગાચિયા વિસ્તારમાં સ્થિત મિથુન ચક્રવર્તીના નિવાસસ્થાને જઈને તેમની સાથે મુલાકાત કરી હતી. અડધી રાત્રે વિજયવર્ગીયે જાતે ટ્વીટ કરીને તેની જાણકારી આપી હતી.

  વિજયવર્ગીયે પોતાના ટવીટમાં લખ્યું હતું કે, હાલમાં મોડી રાત્રે કોલકાતાના બેલગાચિયામાં સિનેમા જગતના મશહૂર અભિનેતા મિથુના દાની સાથે લાંબી ચર્ચા થઈ. તેમની રાષ્ટ્ર ભક્તિ અને ગરીબો પ્રત્યેના પ્રેમની વાતો સાંભળીને ગદ-ગદ થઈ ગયો.

  આ પણ વાંચો, પોસ્ટ ઓફિસ ગ્રાહકો માટે જરૂરી સમાચાર! 1 એપ્રિલથી નાણા જમા કરાવવા - ઉપાડવા પર આપવો પડશે ચાર્જ, જાણો કેટલા રૂપિયા કપાશે

  નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Elections 2021) ની તારીખોની જાહેરાત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલી રેલી છે. આમ તો વડાપ્રધાન અગાઉ ત્રણ વાર ચૂંટણી રેલી કરી ચૂક્યા છે પરંતુ આજની કોલકાતા રેલીને લઈ રાજકીય ચર્ચાઓ તેજ છે.
  Published by:Mrunal Bhojak
  First published: