કોલકાતા : પશ્ચિમ બંગાળ (West Bengal)વિધાનસભા ચૂંટણીની (Assembly Election)મતદાન પ્રક્રિયા શરુ થવામાં ફક્ત બે દિવસની બાકી છે. આ વચ્ચે રાજ્યમાં નવો વિવાદ ઉભો થયો છે. રાજ્યમાં સત્તામાં રહેલી તૃણમુલ કોંગ્રેસ પાર્ટીના (TMC)નેતા શેખ આલમનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે કથિત રુપથી ભારતમાં 4 પાકિસ્તાન(Pakistan) બનાવવાની વાત કરી રહ્યો છે. આ મામલે ભારતીય જનતા પાર્ટીએ (BJP)સખત ટિકા કરી છે. આ વીડિયો બીજેપી નેતા અમિત માલવીયે શેર કર્યો છે. તેમણે મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamata Banerjee)પર બહુસંખ્યક વસ્તીને બીજા દરજ્જાના નાગરિક બનાવવાનો આરોપ લગાવ્યો છે.
ગુરુવારે એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ટીએમસી નેતા શેખ આલમ જોવા મળે છે. તે કહી રહ્યા છે કે જો ભારતના 30 ટકા મુસલમાન એકસાથે આવી જાય તો 4 પાકિસ્તાન બની જશે. બીજેપી નેતા માલવીયાના મતે આલમે આ નિવેદન બીરભૂમિ વિધાનસભા ક્ષેત્રના નાનૂર સ્થિત બાસ પારામાં આપ્યું છે. માલવીયે સવાલ કર્યો કે તે વાસ્તવમાં મમતા બેનરજી પ્રત્યે પોતાની નિષ્ટા રાખે છે...શું તે પણ આ વાતનું સમર્થન કરે છે?
Y’day, TMC leader Sheikh Alam, giving a speech in Basa para, Nanoor, in Birbhum AC said, if 30% Muslims in India come together, then 4 Pakistan can be formed...
He obviously owes his allegiance to Mamata Banerjee... Does she endorse this position?
વીડિયોમાં શેખ આલમ કહેતો જોવા મળે છે કે અમે અલ્પસંખ્યક 30 ટકા છીએ. બાકી 70 ટકા છે. તે (BJP)વિચારે છે કે તે આ 70 ટકા સાથે બંગાળમાં સત્તામાં આવશે. તેમને શરમ આવવી જોઈએ. જો 30 ટકા અલ્પસંખ્યક એક થઇ ગયા..ભારતના મુસલમાન એક થઇ ગયા તો ચાર પાકિસ્તાન બની શકે છે. ભારતના 70 ટકા ક્યાં જશે.
જોકે આલમે પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી છે. ન્યૂઝ 18ને જણાવ્યું કે મારા કહેવાનો મતલબ એ ન હતો કે અમે પાકિસ્તાન બનાવવા માંગીએ છીએ. હું એ કહી રહ્યો હતો કે મુસ્લિમોને જો ડરાવશો તો અમે પણ તાકાતવર છીએ. ટીએમસીના નેતાઓએ આ મામલે કોઇ પ્રતિક્રિયા આપી નથી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર