Home /News /national-international /બંગાળ ચૂંટણી 2021: શુવેન્દુ અધિકારીનું નંદીગ્રામ સીટ જીતવું અને મમતા બેનર્જીને હરાવવું આટલું મહત્ત્વનું કેમ?

બંગાળ ચૂંટણી 2021: શુવેન્દુ અધિકારીનું નંદીગ્રામ સીટ જીતવું અને મમતા બેનર્જીને હરાવવું આટલું મહત્ત્વનું કેમ?

જો શુવેન્દુ અધિકારી નંદીગ્રામની સીટ જીતે છે તો તેમને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવવાનું મોટું ઈનામ મળી શકે છે

જો શુવેન્દુ અધિકારી નંદીગ્રામની સીટ જીતે છે તો તેમને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવવાનું મોટું ઈનામ મળી શકે છે

સંદીપ કુમાર

નવી દિલ્હી/કોલકાતા. પશ્ચિમ બંગાળ (West Bengal)ની સત્તા પ્રાપ્ત કરીને સરકાર રચવાનો બીજેપી (BJP)નો ઉદ્દેશ્ય છે અને તેના માટે તેણે પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી. બંગાળમાં બીજેપી અને ટીએમસીની સીધી લડાઈ છે, આ ઉપરાંત વ્યક્તિગત સ્તરે પણ એક મોટી લડાઈ બંગાળમાં લડાઈ રહી છે. તૃણમૂલ કોંગ્રેસ (Trinamool Congress)નો સાથ છોડી બીજેપીમાં જોડાયેલા શુવેન્દુ અધિકારી (Suvendu Adhikari)એ રાજ્યની મુખ્યમંત્રીને જોરદાર પડકાર આપ્યો છે. મમતા સરકારમાં અનેક અગત્યના પદો પર રહેનારા પૂર્વ મંત્રી શુવેન્દુ માટે આ લડાઈ વ્યક્તિગત પણ છે.

બીજેપીની ટિકિટ પર નંદીગ્રામમાં તૃણમૂલના પૂર્વ ધારાસભ્યની જીત એક પડકાર છે, પરંતુ જો બીજેપી નંદીગ્રામમાં જીત મેળવી શકતી નથી સકતી ચોક્કસપણે શુવેન્દુ પોતાની જૂની પાર્ટીને રાજકીય જવાબ નહીં આપી શકે. આ જ કારણ છે કે બંગાળમાં આજે સૌની નજરો નંદીગ્રામ સીટ પર લાગેલી છે.

આ પણ વાંચો, Assembly Election Results: મમતાથી લઈ સ્ટાલિન સુધી, આ 10 દિગ્ગજ ઉમેદવારો પર રહેશે નજર

19 ડિસેમ્બરે મિદનાપુરમાં અમિત શાહ (Amit Shah)ના હાથે કેસરિયો સાફો ધારણ કર્યા બાદ બીજેપીના કેન્રીપ્ય નેતૃત્વે તેમની પર ભરોસો કરવાનું શરૂ કરી દીધું હતું. તે દિવસે અમિત શાહ કોલકાતા અને ન્યૂટાઉનની હોટલોમાં વોટિંગ યોજનાને લઇ સંગઠનાત્મક બેઠકમાં સામેલ થયા. તે કોલકાતા હોય કે દિલ્હીમાં વડાપ્રધાન મોદીની બ્રિગેડ રેલીની તૈયારી હોય કે પછી જે.પી. નડ્ડાના નિવાસ પર મહત્વ્સપૂર્ણ ચર્ચા, ઉમેદવારોની યાદીને અંતિમ રૂપ આપવા માટે શુવેન્દુને પણ અગત્યનું સ્થાન મળ્યું. ત્યાં સુધી કે તેમને ચૂંટણી પ્રચારમાં પણ સૌથી અગત્યના ચહેરા તરીકે સામેલ કરવામાં આવ્યા. તેમને આ અભિયાનમાં પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષના ચહેરાના રૂપમાં રજુ કરવામાં આવ્યા છે, તેથી તેમને બીજેપીના રાજ્ય કે કેન્દ્રીય નેતૃત્વમાં ખૂબ આશા છે.

આ પણ વાંચો, અહીં માત્ર 50 રૂપિયા જમા કરાવીને તમે કમાઈ શકો છો 50 લાખ, જાણો શું છે સ્કીમ?

" isDesktop="true" id="1092812" >


માત્ર બીજેપી જ નહીં, પરંતુ તેમના સમર્થકોને પણ તેમની પાસેથી ઘણી આશાઓ છે. તેમના સમર્થક શુવેન્દુને બંગાળના રાજકારણમાં દાદા કહે છે. એટલે કે આ ચૂટણીમાં મોટાપાયે તેમના સમર્થક પોતાનું રાજકીય ભવિષ્ય જોઈ રહ્યા છે. જે લોકો શુવેન્દુનો હાથ પકડીને બીજેપીમાં સામેલ થયા છે તેઓ પણ આજે આવનારા પરિણામોની રાહ જોઈ રહ્યા છે. જોકે શુવેન્દુએ ક્યારેય નથી કહ્યું પરંતુ તેમના સમર્થકોની વચ્ચે ચર્ચા ગરમ છે કે બીજેપીની જીત થાય છે તો રાજ્યની સત્તા કોના હાથમાં સોંપવામાં આવી શકે છે. શુવેન્દુ અધિકારીના અનેક સમર્થકો તેમને બંગાળના મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે. એવી ચર્ચા છે કે જો તેઓ નંદીગ્રામની સીટ જીતે છે તો તેમને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee)ને હરાવવાનું મોટું ઈનામ મળશે.
First published:

Tags: Assembly Election 2021, TMC, West bengal assembly election 2021, ભાજપ, મમતા બેનરજી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો