બંગાળ ચૂંટણી પહેલા TMC છોડવાની હોડ, આજે 5 ધારાસભ્યો બીજેપીમાં સામેલ

બંગાળ ચૂંટણી પહેલા TMC છોડવાની હોડ, આજે 5 ધારાસભ્યો બીજેપીમાં સામેલ

તૃણમૂલ કોંગ્રેસના મોટા નેતા પાર્ટી છોડી રહ્યા છે

 • Share this:
  કોલકાતા : વિધાનસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં (West Bengal Assembly Election)રાજનીતિક ઉથપ-પુથલ યથાવત્ છે. મમતા બેનરજીની (Mamata Banerjee)પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના ઘણા નેતા બીજેપી જોઈન કરી ચૂક્યા છે. આવા સંજોગોમાં ટીએમસીને (TMC) સોમવારે વધુ ફટકો પડ્યો છે. આજે 5 ધારાસભ્યો બીજેપીમાં સામેલ થયા છે. ટીએમસી ધારાસભ્ય સોનાલી ગુહા, દીપેંદુ બિસ્વાસ, રવીન્દ્રનાથ ભટ્ટાચાર્ય, જટુ લહિરી અને સરલા મુર્મૂ સોમવારે બીજેપીમાં સામેલ થયા હતા. પશ્ચિમ બંગાળના બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષ, બીજેપી નેતા શુભેંદુ અધિકારી અને મુકુલ રોયની હાજરીમાં તેમણે બીજેપી જોઈન કરી હતી.

  છેલ્લા ત્રણ મહિનાથી ટીએમસીના પક્ષમાં ભાગમાં ભાગ જોવા મળી રહી છે. એક પછી એક ટીએમસીના દિગ્ગજ બીજેપીમાં સામેલ થઈ રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના મોટા નેતા પાર્ટી છોડી રહ્યા છે. ડાયમંડ હર્બર ધારાસભ્ય દીપક હલદર, પૂર્વ મંત્રી શુભેંદુ અધિકારી, રાજીવ બેનરજી, ટોલિવૂડ અભિનેતા યશ દાસગુપ્તા, હીરન ચેટર્જી સિવાય અડધા ડઝન અભિનેતા બીજેપીમાં સામેલ થઇ ગયા છે. આ સિવાય ઘણા નેતા પાર્ટી છોડવાની ધમકી આપી રહ્યા છે.

  આ પણ વાંચો - શું રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે? મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યો આવો જવાબ

  આ સિવાય રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની કોલકાતા (Kolkata)માં ચૂંટણી રેલીના મંચ પર 70 વર્ષીય અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) બીજેપી (BJP)માં જોડાયા હતા. મિથુન ચક્રવર્તી બીજેપીમાં સામેલ થયા બાદ બંગાળ બીજેપી પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે ટ્વીટ કરીને તેમનું બીજેપીમાં સ્વાગત કર્યું હતું. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે, સ્વાગતમ મિથુન દા. પ્રસિદ્ધ અભિનેતા શ્રી મિથુન ચક્રવર્તીજી વિધિવત રીતે બીજેપીમાં સામેલ.
  Published by:Ashish Goyal
  First published: