પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કાનું મતદાન: પાંચ જિલ્લાની 44 બેઠક પર આજે મતદાન

બીજેપી ઉમેદવારો

West Bengal Assembly Election 2021: આજે પાંચ જિલ્લાની 44 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. આ જિલ્લામાં હુગલી, હાવડા, દક્ષિણ 24 પરગણા, કૂચબિહાર અને અલીપુરદ્વારનો સમાવેશ થાય છે.

 • Share this:
  કોલકાતા: પશ્ચિમ બંગાળના ચોથા તબક્કા માટે આજે સવારે સાત વાગ્યે વોટિંગ (West Bengal Election Phase 4 Voting) શરૂ થઈ ગયું છે. ચોથા તબક્કામાં પાંચ જિલ્લાની 44 વિધાનસભા બેઠક પર મતદાન યોજાયું છે. આ માટે સુરક્ષાની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક પોલીસની સાથે સાથે કેન્દ્રીય સુરક્ષા દળ પણ તૈનાત કરાયું છે.

  ચોથા તબક્કાની 44 બેઠક પર કુલ 373 ઉમેદવાર મેદાનમાં છે. એક કરોડથી વધારે મતદાતાઓ આ તમામ ઉમેદવારનું ભવિષ્ય નક્કી કરશે. જે 44 બેઠકનું મતદાન થઈ રહ્યું છે તેમાંથી સૌથી ચર્ચિત બેઠક સિંગુર છે. હુગલી જિલ્લાની સિંગુરમાં જ ભૂમિને લઈને સીએમ મમતા બેનરજીએ આંદોલન કર્યું હતું. જે બાદમાં જ તેમને બંગાળમાં સત્તા મળી હતી.

  હાવડામાં સુરક્ષા વ્યવસ્થા

  કોલકાતાની બાજુમાં આવેલા હાવડા જિલ્લામાં સુરક્ષાની ભારે વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં સુરક્ષા માટે કેન્દ્રીય દળની 140 કંપની તૈનાત કરવામાં આવી છે. જેમાંથી 103 કંપની હાવડા જિલ્લાના શહેરી વિસ્તારમાં જ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકારના 5,000 પોલીસકર્મી પણ ચૂંટણીની કાર્યવાહી પર દેખરેખ રાખી રહ્યા છે.

  આજે પાંચ જિલ્લાની 44 બેઠક પર મતદાન યોજાયું છે. આ જિલ્લામાં હુગલી, હાવડા, દક્ષિણ 24 પરગણા, કૂચબિહાર અને અલીપુરદ્વારનો સમાવેશ થાય છે.

  44 બેઠક પર સવારે સાત વાગ્યાથી લઈને સાંજના 6.30 વાગ્યા સુધી મતદાન ચાલશે. ચોથા તબક્કાની 44 બેઠક માટે કુલ 15940 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.

  હું જીતી રહી છું: પાયલ સરકાર

  હાવડા જિલ્લાની બેહલા ઈસ્ટ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીની મહિલા ઉમેદવાર પાયલ સરકારે મતદાન શરૂ થતાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પાયલ સરકારે જણાવ્યું કે, મારા મતદાન ક્ષેત્રમાં 57 ટકા મહિલાઓ છે, જેનો તેમને સાથ મળ્યો છે. પાયલ પોલિંગ બૂથ પર જઈને મતદાન કરવા માટે લોકોને અપીલ કરી છે.

  પીએમ મોદીની અપીલ

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળના ચોથા તબક્કાના મતદાન પર ટ્વીટ કર્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે ચોથા તબક્કાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. મારો આગ્રહ છે કે રેકોર્ડ સંખ્યામાં મતદાન થાય. યુવાનો અને મહિલાઓને હું ખાસ આગ્રહ કરું છું કે મોટી સંખ્યામાં મતદાન કરે.
  Published by:Vinod Zankhaliya
  First published: