મમતા બેનર્જીને વધુ એક ફટકો, ખેલ મંત્રી લક્ષ્મી રતન શુક્લાએ રાજીનામું આપ્યું

મમતા બેનર્જીને વધુ એક ફટકો, ખેલ મંત્રી લક્ષ્મી રતન શુક્લાએ રાજીનામું આપ્યું
મમતા બેનર્જીને વધુ એક ફટકો, ખેલ મંત્રી લક્ષ્મી રતન શુક્લાએ રાજીનામું આપ્યું

બંગાળમાં એપ્રિલ-મે 2021માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે

 • Share this:
  કોલકાતા : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Elections 2021) પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીને (Mamata Banerjee)વધુ એક ફટકો પડ્યો છે. શુવેંદુ અધિકારી પછી હવે મંત્રી લક્ષ્મી રતન શુક્લાએ (Laxmi Ratan Shukla)રાજીનામું આપ્યું છે. લક્ષ્મી રતમ શુક્લા બંગાળ સરકારમાં ખેલ મંત્રી હતા. તેમણે મંત્રી પદ સાથે હાવડા જિલ્લાધ્યક્ષનું પદ પણ છોડી દીધું છે. રાજીનામું આપ્યા પછી પણ તે તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય છે.

  લક્ષ્મી રતન શુક્લા ટીમ ઇન્ડિયા તરફથી ત્રણ વન-ડે રમી ચૂક્યા છે. આઈપીએલમાં તે કોલકાતા નાઇટ રાઇડર્સ, દિલ્હી ડેરડેવિલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદનો ભાગ રહ્યા છે. શુક્લાએ ગત વિધાનસભા ચૂંટણી પહેલા ટીએમસી (TMC)જોઈન કરીને રાજનીતિક ઇનિંગ્સની શરૂઆત કરી હતી. બંગાળના હાવડા ઉત્તરથી તે ધારાસભ્ય બન્યા હતા. મમતા સરકારે ખેલ અને યુવા મામલાના મંત્રી બનાવ્યા હતા.  આ પણ વાંચો - સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે 6.6 કરોડ વેક્સીન ખરીદવાની ડીલ કરી, 200 રૂપિયાનો હશે ડોઝ- સૂત્ર

  બતાવવામાં આવી રહ્યું છે કે પૂર્વ ક્રિકેટર લક્ષ્મી રતન શુક્લા રાજનીતિ છોડવા માંગે છે. જોકે તેમણે રાજીનામું શા માટે આપ્યું તે વિશે હાલ તેની જાણકારી આપવામાં આવી નથી.

  બંગાળમાં એપ્રિલ-મે 2021માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવામાં શુક્લાના જવાથી પાર્ટીને ફટકો પડ્યો છે. આ પહેલા શુભેંદુ અધિકારીએ મમતા સરકારમાં મંત્રી પદથી રાજીનામુ આપીને બીજેપી જોઈન કરી હતી. આ સિવાય ટીએમસીના ઘણા ધારાસભ્યો અને સમર્થક પાર્ટીનો સાથ છોડી ચૂક્યા છે.
  Published by:Ashish Goyal
  First published:January 05, 2021, 16:34 pm

  ટૉપ ન્યૂઝ