West Bengal Assembly Election 2021: બીજેપીના પૂર્વ નેતા યશવંત સિંહા TMCમાં શામેલ થયા

West Bengal Assembly Election 2021: બીજેપીના પૂર્વ નેતા યશવંત સિંહા TMCમાં શામેલ થયા
યશવંત સિંહા.

West Bengal Assembly Election 2021: પશ્ચિમ બંગાળના રાજધાની કોલકાતા સ્થિત ટીએમસી ભવનમાં સિંહાએ તૃણમૂલ કૉંગ્રેસનું સભ્યપદ લીધું હતું.

  • Share this:
    કોલકાતા: પૂર્વ બીજેપી નેતા યશવંત સિંહા શનિવારા તૃણમૂલ કૉંગ્રેસમાં શામેલ થયા છે. પશ્ચિમ બંગાળના રાજધાની કોલકાતા સ્થિત ટીએમસી ભવનમાં સિંહાએ તૃણમૂલ કૉંગ્રેસનું સભ્યપદ લીધું હતું. આ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા સિંહાએ જણાવ્યુ કે, મારા નિર્ણયથી લોકો ચોંક્યા હશે. હું પાર્ટી પોલિટિક્સથી અલગ થઈ ગયો હતો. પરંતુ આજે આપણા દેશનો મૂલ્યો ખતરામાં છે. આપણી સંસ્થાઓમાં પ્રજાતંત્રની તાકાત રહેલી છે. પરંતુ આજે આપણી સંસ્થાઓ કમજોર થઈ રહી છે. જેમાં દેશનું ન્યાયતંત્ર પણ શામેલ છે. સિંહાએ જણાવ્યું કે સરકારની મનમાની પર અંકુશ લગાવાનાર કોઈ વધ્યું નથી. ઉલ્લેખનીય છે કે યશવંત સિંહા અટલ બિહારી વાજપાયી સરકારમાં નાણા મંત્રાલય અને વિદેશ મંત્રાલય સંભાળી ચૂક્યા છે.

    સિંહા ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયન, સુદીપ બન્દોપાધ્યાય અને સુબ્રતા મુખરજીની હાજરીમાં ટીએમસીમાં શામેલ થયા હતા. આ અંગે વાતચીત કરતા ટીએમસી નેતા મુખરજીએ જણાવ્યું હતું કે, અમને ગૌરવ છે કે યશવંત સિંહા અમારી પાર્ટીમાં જોડાયા છે. આ પ્રસંગે યશવંત સિંહાએ વધુમાં જણાવ્યું હતું કે, "આ સરકારને ખોટું કરતા રોકવા માટે કોઈ વધ્યું નથી. અટલજી સર્વસંમતિમાં વિશ્વાસ ધરાવતા હતા, જ્યારે વર્તમાન સરકાર જુલમ કે બળજબરીમાં વિશ્વાસ ધરાવે છે."



    આ પણ વાંચો:  જમીન વેચી નાખી છતાં ગરીબી ન ગઈ, પરિવારના પાંચ સભ્યનો આપઘાત

    13 માર્ચે વ્હીલચેરથી રેલી કરીશ: મમતા બેનરજી

    પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્યમંત્રી મમતા બેનરજી પર બુધવારે નંદીગ્રામમાં થયેલા કથિત હુમલા પછી તેઓ કોલકાતાની હોસ્પિટલમાં ભરતી છે. આ દરમિયાન તેઓએ વીડિયો સંદેશ જાહેર કર્યો છે. જેમાં તેઓએ કહ્યું છે કે, "હું મારા ભાઇઓ-બહેનોને શાંત રહેવાની અપીલ કરું છું. એ સાચું છે કે કાલે મને ઇજા થઇ હતી. મારા પગ, હાથ અને ઘૂંટણમાં ઇજા થઈ છે. લિગામેંટ્સ ડેમેજ થયું છે. કાલે હું પોતાની ગાડીના બોનેટ પર ઉભી થઈને લોકોનું અભિવાદન કરી રહી હતી ત્યારે પાછળથી ધક્કો લાગ્યો હતો. જેના કારણે હું પડી ગઈ અને ઇજા પહોંચી છે."

    આ પણ વાંચો: ભૈયુજી મહારાજ કેસ: મૉડલ મહારાજને મળવા આવતી હોવાની પત્ની આયુષીને હતી આશંકા

    મમતા બેનરજીએ વધુમાં કહ્યું હતું કે, "હું ટીએમસી કાર્યકર્તાઓ અને બધા લોકોને અપીલ કરું છું કે શાંતિ અને સંયમ બનાવી રાખે. એવું કશું પણ ન કરો જેનાથી જનતાને કોઈપણ પ્રકારની તકલીફ પડે. આગામી બે ત્રણ દિવસમાં હું ફરી ચૂંટણી પ્રચાર અભિયાનના કામમાં પરત ફરીશ. કદાચ મારે પુરુલિયાની રેલી વ્હીલચેર પર કરવી પડી શકે છે."
    Published by:Vinod Zankhaliya
    First published:March 13, 2021, 12:48 pm