કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ (Mamata Banerjee)વીડિયો મેસેજ જાહેર કરીને તૃણમૂલ કોંગ્રેસના (TMC)નેતાઓેને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે. મમતા બેનરજી બુધવારે નંદીગ્રામમાં થયેલા કથિત હુમલા પછી કોલકાતાની હોસ્પિટલમાં ભરતી છે. વીડિયોમાં સીએમ મમતાએ કહ્યું કે તેમના માથામાં અને પગમાં ઘણું દર્દ છે.
ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના ટ્વિટર હેન્ડલથી જાહેર કરેલ એક વીડિયોમાં મમતાએ કહ્યું કે હું મારા ભાઇઓ-બહેનોને શાંત રહેવાની અપીલ કરું છું. એ સાચું છે કે કાલે મને ઇજા થઇ હતી. મારા પગ, હાથ અને ઘૂંટણમાં ઇજા થઈ છે. લિગામેંટ્સ ડેમેજ થયું છે. કાલે હું પોતાની ગાડીના બોનેટ પર ઉભી થઈને લોકોનું અભિવાદન કરી રહી હતી ત્યારે પાછળથી ધક્કો લાગ્યો હતો. જેના કારણે હું પડી ગઈ અને ઇજા પહોંચી છે.
સીએમે કહ્યું કે ધક્કા મુક્કીમાં ગાડીનું પૈડુ મારા પગ પર લાગ્યું હતું. આ સ્થિતિમાં મારી પાસે જે પણ જરૂરી દવાઓ હતી, જે હંમેશા મારી પાસે રહે છે. તેને ખાઇને હું તરત કોલકાતા માટે રવાના થઇ હતી. આ પછી મારી સારવાર ચાલી રહી છે.
— All India Trinamool Congress (@AITCofficial) March 11, 2021
મમતા બેનરજીએ કહ્યું કે હું ટીએમસી કાર્યકર્તાઓ અને બધા લોકોને અપીલ કરું છું કે શાંતિ અને સંયમ બનાવી રાખે. એવું કશું પણ ના કરો જેનાથી જનતાને કોઈપણ પ્રકારની તકલીફ પહોંચે અને કાનૂનનો ભંગ થાય. 1 મિનિટ અને 19 સેકન્ડના વીડિયોમાં મુખ્યમંત્રીએ કહ્યું કે હું આશા કરું છું કે આગામી બે ત્રણ દિવસમાં હું ફરી ચૂંટણી પ્રચાર અભિયાનના કામમાં પરત ફરીશ. કદાચ મારે પુરુલિયાની રેલી વ્હીલચેરથી કરવી પડે. તેને હું મેનેજ કરી લઇશ.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર