કોલકાતા. પશ્ચિમ બંગાળ (West Bengal)ની મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) પર નંદીગ્રામ (Nandigram)માં ચૂંટણી પ્રચાર દરમિયાન કથિત રીતે હુમલો થયો હતો. મળતી માહિતી મુજબ કેટલાક લોકોએ મુખ્યમંત્રી સાથે ધક્કા-મુક્કી કરી, જેના કારણે તેઓ પડી ગયા. મમતા બેનર્જીનો બુધવાર રાત્રે એસએસકેમ હૉસ્પિટલમાં એક્સ-રે પાડવામાં આવ્યો. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, મમતા બેનર્જીના જમણા પગમાં સોજો છે અને ગંભીર ઈજા થઈ છે. તેમને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ રહી છે.
મળતી માહિતી મુજબ, મમતા બેનર્જીના ડાબા પગની ઘૂંટીમાં પણ ગંભીર ઈજા થઈ છે. તેની સાથે જ પગ પર ઉઝરડાના નિશાન છે. આ ઉપરાંત જમણા ખભા ઉપર પણ ઈજા થઈ છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે મમતાના કાંડા અને ગરદન ઉપર પણ ઈજા થઈ છે. SSKM હૉસ્પિટલના ડૉક્ટર એમ. બધોપાધ્યએ જણાવ્યું કે મુખ્યમંત્રીને આગામી 48 કલાક સુધો ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.
West Bengal CM Mamata Banerjee brought to SSKM Hospital, Kolkata
The CM Banerjee claims she suffered an injury after a few people pushed her at Nandigram pic.twitter.com/UnZVSQVPzT
એક સીનિયર ડૉક્ટરે જણાવ્યું કે, મુખ્યમંત્રીને આ પરિસરના બાંગુર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂરોસાયન્સમાં MRI માટે લઈ જવામાં આવ્યા. મમતા બેનર્જીનો ઉપચાર કરી રહેલી મેડિકલ ટીમ સાથે જોડાયેલા આ ડૉક્ટરે જણાવ્યું કે, મુખ્યમંત્રીના ડાબા પગનો એક્સ-રે પાડવામાં આવ્યો. અમે MRI પણ કરાવવા માંગતા હતા. તેમની ઈજાનું આકલન કર્યા બાદ સારવારની આગળની પ્રક્રિયા નક્કી કરવામાં આવશે.
તેઓએ જણાવ્યું કે, MRI કર્યા બાદ મુખ્યમંત્રીને ફરી વિશેષ વોર્ડમાં લાવવામાં આવી શકે છે. ડૉક્ટરે કહ્યું કે, તેમને (હૉસ્પિટલથી) રજા આપતાં પહેલા અમારે તેમની સ્થિતિ પર નજર રાખવાની જરૂર છે. રાજ્ય સરકારે મમતા બેનર્જીના ઉપચાર માટે પાંચ સીનિયર ડૉક્ટરોની એક ટીમ બનાવી છે.