Home /News /national-international /

બંગાળમાં વિધાનસભામાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે મારઝૂડ, ભાજપનાં 5 MLA સસ્પેન્ડ

બંગાળમાં વિધાનસભામાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે મારઝૂડ, ભાજપનાં 5 MLA સસ્પેન્ડ

બંગાળ વિધાનસભા ભવનમાં મારઝૂડ

સસ્પેન્ડ થનારા ભાજપનાં ધારાસભ્યમાં સુવેંદુ અધિકારી ઉપરાંત મનોજ ટિગ્ગા, દીપક બર્મન, નરહરી મહતો અને શંકર ઘોષ શામેલ છે. સત્તારુઢ દળનાં મુખ્ય સચેતક નિર્મલ ઘોષે વિધાનસભામાં ભાજપ વિધાયક વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કરતાં કહ્યું કે, સદનની ગરિમાને નષ્ટ કરવામાં આવે છે.

વધુ જુઓ ...
    કોલકાત્તા: પશ્ચિમ બંગાળ વિધાન સભા (West Bengal Assembly Fight) માં સોમવારનાં ભારે બબાલ થ હતી. બજેટ સત્રનાં અંતિમ દિવસે ભાજપનાં ધારાસભ્યોએ બીરભૂમ હિંસા (Birbhum Volence) પર ચર્ચાની માંગણી અંગે મમતા બેનર્જી સરકાર (Mamata Banerjee Government) વિરુદ્ધ નારેબાજી કરી હતી. જે બાદ તૃણમૂલ અને ભાજપ ધારાસભ્યમાં છુટ્ટાહાથે મારામારી થઇ હતી. જાણકારી મુજબ, સદનમાં કાર્યવાહી દરમિયાન ભાજપ MLA મનોજ ટિગ્ગા (Manoj Tigga) અને તૃણમૂલ MLA અસિત મજૂમદાર (Asit Majumdar)ની વચ્ચે મારામારી થઇ હતી. જેમાં અસિત મજૂમદાર ઘાયલ થયા હતાં. તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતાં.

    બબાલ થવાનાં આરોપમાં નેતા પ્રતિપક્ષ સુવેંદુ અધિકારી સહિત 5 ભાજપ MLAને વિધાનસભાની કાર્યવાહીથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતાં. સસ્પેન્ડ થવા પર ભાજપનાં ધારાસભ્યોમાં સુવેંદુ અધિકારી ઉપરાંત મનોજ ટિગ્ગા, દીપક બર્મન, નરહરી મહતો અને શંકર ઘોષ શામેલ છે. સત્તારુઢ દળનાં મુખ્ય સચેતક નિર્મલ ધોષનાં વિધાનસભા વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કરતાં કહ્યું કે, સદનની ગરિમાને નષ્ટ કરવામાં આવી છે. સુવેંદુ અધિકારીએ ગુસ્સામાં આવીને વિધાનસભામાં તાંડવ મચાવી રહ્યો છે.

    ભાજપનાં અમિત માલવીયએ ટ્વિટ કર્યો મારઝૂડનો વીડિયો- તેમણે લખ્યું કે, પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ઘોર ભાગદોડ. બંગાલનાં રાજ્યપાલ બાદ ટીએમસી ધારાસભ્યોએ હવે મુખ્ય સચેતક મનોજ ટિગ્ગા સહિત ભાજપનાં ધારાસભ્ય પર હુમલો કર્યો હતો. કારણ કે તે સદનનાં પટલ પર રામપુરહાટ હત્યાકાંડ પર ચર્ચાની માંગણી કરી રહ્યાં હતાં. મમતા બેનર્જી શું છુપાવવાં ઇચ્છે છે?

    મમતા બેનર્જી સરકારનાં મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યનું કહેવું છે કે, ભાજપનાં MLAને નિલંબિત કરવામાં આવે. વિધાનસભા અદ્યક્ષ બિમાન બેનર્જીએ કહ્યું કે, સદનની ગરિમાને ઠેસ પહોંચી છે. સંપત્તિને જાણી જોઇને નુક્સાન પહોંચાડવામાં આવ્યું છે. તેનો હિસાબ લેવામાં આવશે. અધિકારી સહિત 4 અન્ય ભાજપનાં ધારાસભ્યની કાર્યવાહીથી નિલંબિત કરવામાં આવે છે.

    પશ્ચિમ બંગાળમાં કેન્દ્રનાં હસ્તક્ષેપની જરૂરિયાત: સુવેંદુ અધિકારી
    નેતા પ્રતિપકષ સુવેંદુ અધિકારીએ કહ્યું કે, બીરભૂમ હિંસા મામલે વિધાનસભાની અંદર હંગામો થયો. વિપક્ષએ અંતિમ દિવસે કાયદા અને વ્યવસ્થા પર ચર્ચાની માંગણી કરી. સરાકરે ના પાડી દીધી. તૃણમૂલ કોંગ્રેસનાં સભ્ય અમારા 8-10 ધારાસભ્યોની સાથે સંગર્ષ કરવા માટે કોલકત્તા પોલીસ કર્મચારીઓને સિવિલ ડ્રેસમાં સદનની અંદર લઇને આવ્યાં.

    સુવેંદુ અધિકારીએ કહ્યું કે, બીરભૂમનાં રામપુરહાટમાં અનારુલ હુસૈન દ્વારા જે રીતે હિંસક ઘટનાને અંજામ આપવામાં આવ્યો, એ જ પ્રમાણે સ્થિતિ તૃણમૂલ કોંગ્રેસ અને પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા સદનની અંદર ઉપ્તન્ન કરવામાં આવી. અમે આજે બપોરે 2 વાગ્યે આ વિરુદ્ધ માર્ચ કરીશું. નિયમાઅનુસાર, કાર્યવાહીની માંગણી કરતાં કહ્યું કે, હું મારી ફરિયાદ વિધાનસભા અધ્યક્ષને લખીસ. અમને કેન્દ્રનાં હસ્તક્ષેપની જરૂર છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Assembly, MLAs, Rulling Party and Opposition, TMC, Weast Bengal, ભાજપ

    આગામી સમાચાર