Home /News /national-international /પશ્ચિમ બંગાળ: દક્ષિણ 24 પરગણાની હોસ્ટેલમાં વીજ કરંટ લાગતા 10 વિદ્યાર્થીઓની ગંભીર હાલત
પશ્ચિમ બંગાળ: દક્ષિણ 24 પરગણાની હોસ્ટેલમાં વીજ કરંટ લાગતા 10 વિદ્યાર્થીઓની ગંભીર હાલત
પશ્ચિમ બંગાળમાં મોટી દુર્ઘટના (ANI)
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં એક હોસ્ટેલના 10 વિદ્યાર્થીઓને કરંટ લાગ્યો છે. જેના કારણે ગંભીર રીતે ઘાયલ થયેલા 5 વિદ્યાર્થીઓને કાકદ્વિપી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે.
કલકત્તા: પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં એક હોસ્ટેલના 10 વિદ્યાર્થીઓને કરંટ લાગ્યો છે. જેના કારણે ગંભીર રીતે ઘાયલ થયેલા 5 વિદ્યાર્થીઓને કાકદ્વિપી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. કહેવાય છે કે, વિજળીના તાર તૂટેલા હોવાના કારણે તમામ વિદ્યાર્થીઓ તેની ચપેટમાં આવી ગયા. આ ઘટના વિશે વધુ જાણકારીની રાહ જોઈ રહ્યા છીએ.
પશ્ચિમ બંગાળમાં વિજળીનો કરંટ લાગવાથી એક મોટી દુર્ઘટના આ વર્ષે જ 31 જૂલાઈએ થઈ હતી. ઉત્તર બંગાલના કૂચબિહારમાં સીતલકુચીના ચંદ્રબંદાના 10 ભક્તો જલપાઈગુડીમાં જલપેશ મંદિર જતાં વિજળીનો કરંટ લાગવાથી મોત થયા હતા. જ્યારે 16 લોકો ઘાયલ થઈ ગયા હતા. આ તમામની ભૂલ એ હતી કે, ચાલતા જનરેટના એક વાયરને ટચ કરી લીધો હતો. આ ભયાનક દુર્ઘટના કૂચબિહારથી મેખલીજંગના ચંદ્રબંદામાં ધરલા નદી પુલ પર થઈ હતી. કરંટ લાગવાથી ઘાયલ તમામને બ્લોક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં 10 લોકો મૃત જાહેર થયા હતા.
અન્ય 16ને જલપાઈગુડી હોસ્પિટલમાં રેફર કર્યા હતા. કહેવાય છે કે, જેમણે જલપેશ જવા માટે સીતલકુચીથી એક પિકઅપ વૈન ભાડે કરી હતી. તેમણે જનરેટરથી જોડાયેલ એક સ્પીકર સિસ્ટમ પણ ભાડે લીધી હતી. વરસાદ થઈ રહ્યો હતો અને એવું અનુમાન લગાવ્યું હતું કે, વરસાદના પાણીના કારણે સિસ્ટમમાં શોર્ટ સર્કિટ થઈ ગઈ, જેનાથી તમામને કરંટ લાગ્યો હતો. આ ભયંકર દુર્ઘટના બાદ સીએમ મમતાએ પણ દુખ વ્યક્ત કર્યું હતું.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર