Home /News /national-international /Australia: ઓસ્ટ્રેલિયામાં એક નાનકડી 'કેપ્સ્યૂલ' ગાયબ થવાથી હંગામો, ગંભીર બીમારીનો ભય; સરકારનું એલર્ટ જાહેર

Australia: ઓસ્ટ્રેલિયામાં એક નાનકડી 'કેપ્સ્યૂલ' ગાયબ થવાથી હંગામો, ગંભીર બીમારીનો ભય; સરકારનું એલર્ટ જાહેર

ખોવાયેલી કેપ્સ્યૂલની ફાઇલ તસવીર

Australia: પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં સિક્કા કરતાં પણ નાની 'રેડિયોએક્ટિવ કેપ્સ્યૂલ' ગાયબ થવાને કારણે ખળભળાટ મચી ગયો છે. આ કેપ્સ્યૂલમાં રેડિયોએક્ટિવ સીઝિયમ-137 ભરવામાં આવે છે, તેનો ઉપયોગ સામાન્ય રીતે ખાણકામમાં થાય છે.

ન્યુમેનઃ પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં સિક્કા કરતાં પણ નાની 'રેડિયોએક્ટિવ કેપ્સ્યૂલ' ગાયબ થવાને કારણે ખળભળાટ મચી ગયો છે. આ કેપ્સ્યૂલમાં રેડિયોએક્ટિવ સીઝિયમ-137 ભરવામાં આવે છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે ખાણકામમાં થાય છે. તેને સ્પર્શ કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારી થવાનો ખતરો રહે છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની સુરક્ષા દળ અને સંશોધન ટીમ તેને શોધી રહી છે. આ મહિને 10-16 જાન્યુઆરીની વચ્ચે તે ન્યૂમેન શહેર અને પર્થ શહેરની વચ્ચે ક્યાંક ટ્રક દ્વારા માઇનિંગ સાઇટ પર લઈ જતી વખતે પડી હતી. સરકારને ડર છે કે તે સામાન્ય નાગરિકના હાથમાં ન આવી જાય.

ન્યૂમેન અને પર્થ વચ્ચે પડી ગઈ


10-16 જાન્યુઆરીની વચ્ચે એક રેડિયોએક્ટિવ 'કેપ્સ્યૂલ' (રેડિયોએક્ટિવ સીઝિયમ-137) પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં ન્યુમેનમાં એક ખાણમાં ક્યાંક પડી હતી. આ કેપ્સ્યૂલ એટલી ખતરનાક છે કે સરકારે એડવાઈઝરી પણ જારી કરવી પડી છે. તેને ફક્ત સ્પર્શ કરવાથી ગંભીર બીમારી અને મૃત્યુ પણ થઈ શકે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ 'કેપ્સ્યૂલ' ન્યુમેન અને પર્થની વચ્ચે ક્યાંક પડી છે. તેની વચ્ચેનું અંતર 1400 કિલોમીટર છે. નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે કે, જો તેઓ તેને જુએ તો તેનાથી દૂર રહે, તેને સ્પર્શ ન કરે.


અડવાથી કેન્સર થવાની શક્યતા


ડિપાર્ટમેન્ટ ઓફ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ ઓસ્ટ્રેલિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, આ કેપ્સ્યૂલનો ઉપયોગ હથિયાર તરીકે થતો નથી. તેમાં રહેલા રેડિયોએક્ટિવ સીઝિયમ-137 પદાર્થનો સામાન્ય રીતે ખાણકામમાં ઉપયોગ થાય છે. પરંતુ તેનાથી કેન્સર જેવી ગંભીર બીમારી થઈ શકે છે. વિભાગે એક ચિત્ર બહાર પાડ્યું છે. જેમાં કેપ્સ્યૂલની લંબાઈ 8 મીમી અને પહોળાઈ 6 મીમી છે. તેનું કદ ઓસ્ટ્રેલિયન 10 સેન્ટના સિક્કા કરતા નાનું લાગે છે.


સર્ચ ઓપરેશન ચાલુ છે


હકીકતમાં આ રેડિયોએક્ટિવ કેપ્સ્યૂલ પર્થથી ન્યૂમેન સુધી 1400 કિલોમીટરની ત્રિજ્યામાં ક્યાંક પડી છે. જો કે, સમગ્ર રૂટની તપાસ કરવામાં આવી છે. હવે જ્યાં ટ્રકો રોકી હતી તે સ્થળોની શોધખોળ કરવામાં આવી રહી છે. ત્યારે લોકોને ચેતવણી આપતા DFESએ કહ્યું છે કે, જો તેઓ આવી કોઈ વસ્તુ જુએ તો તરત જ વિભાગને ફોન કરે અને તે વસ્તુથી ઓછામાં ઓછા 5 મીટર દૂર રહે. DFESએ 133337 નંબર જાહેર કર્યો છે અને તેના પર કોલ કરીને માહિતી આપવા અપીલ કરી છે.
First published:

Tags: Alert, Australia, International news

विज्ञापन