Home /News /national-international /લિપસ્ટિક અને પરફ્યુમએ બના દી જોડી! 20 વર્ષની છોકરીનું 60 વર્ષના પુરુષ સાથે ILU-ILU

લિપસ્ટિક અને પરફ્યુમએ બના દી જોડી! 20 વર્ષની છોકરીનું 60 વર્ષના પુરુષ સાથે ILU-ILU

20 વર્ષની છોકરીએ 60 વર્ષના પુરુષ સાથે લગ્ન કર્યા

Amazing Love Story: જે દુકાનમાં લિપસ્ટિક, પરફ્યુમ અને પાઉડર ખરીદવા જતી 20 વર્ષીય અંબરને ક્વોલિટી એટલી પસંદ આવી કે, 60 વર્ષીય દુકાનના માલિકને પ્રેમ કરી બેઠી હતી. આ બાદ, સાથે જીવવા અને મરવાની પ્રતિજ્ઞા લીધી અને 20 વર્ષની અંબરે પણ 60 વર્ષના અશરફ સાથે લગ્ન કરી લીધા હતા.

વધુ જુઓ ...
    Amazing Love Story:  પ્રેમ નાના-મોટા જોતા નથી, પ્રેમમાં ઉંમરનો ફરક નથી પડતો, આ વાતો પુસ્તકી નથી. તેના બદલે, વાસ્તવિક જીવનમાં પણ એવા ઘણા લોકો છે જેઓ તેમની બમણી ઉંમર ધરાવતા લોકોને પોતાનું દિલ આપી બેસે છે. તો કેટલાક એવા પણ હતા જેઓ પોતાની દીકરી કરતા નાની છોકરીના પ્રેમમાં પડતા હોય છે. આવી જ એક લવ સ્ટોરી અશરફ અને અંબરની છે, જે વાયરલ થઈ છે. તે બન્નેની ઉંમરમાં 40 વર્ષનું અંતર છે.

    60 વર્ષીય અશરફ અને 20 વર્ષીય અંબર એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને પરિવારના વિરોધ છતાં બંનેએ સાથે જીવવાની અને મરવાની પ્રતિજ્ઞા લીધી હતી, આ બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. હકીકતમાં, 20 વર્ષીય અંબર હંમેશા જે દુકાનમાં લિપસ્ટિક, પરફ્યુમ અને પાવડર ખરીદવા જતી હતી. તે તેની ગુણવત્તાથી એટલી પ્રભાવિત થઈ કે, તેણે દુકાનદારને દિલ આપી દીધું હતું.
    " isDesktop="true" id="1257412" >


    અદ્ભુત લવ સ્ટોરી:

    અંબર અને અશરફ તેમની વચ્ચે ઉંમરનો અંતર, સમાજ કે પરિવાર તેમના વિશે શું વિચારે છે કે, શું કહે છે તેની પરવા નથી કરતા. આ જ કારણ છે કે દરેક વિરોધ અને અવરોધો પછી પણ બંનેએ એકબીજાનો સાથ ન છોડ્યો અને લગ્ન કરી લીધા. બંનેની લવ સ્ટોરી કોસ્મેટિક શોપથી શરૂ થઈ હતી. અશરફ કોસ્મેટિકની દુકાન ચલાવે છે, જ્યાં અંબર ઘણીવાર લિપસ્ટિક, કાજલ જેવી વસ્તુઓ ખરીદવા જાય છે. જ્યાં ગુણવત્તા દરેક અન્ય દુકાન કરતાં ટોચની હતી. તેથી તે અવારનવાર આ દુકાને આવવા લાગી હતી. આ દરમિયાન, અંબરને અશરફનું વર્તન ગમ્યું અને તે તેના પ્રેમમાં પડી ગઈ. અંબરે અશરફને પહેલા પ્રપોઝ કર્યું હતું. જે બાદ 60ના અશરફને પણ પ્રેમ થઈ ગયો હતો. જોકે, પરિવારે આ સંબંધનો સખત વિરોધ કર્યો હતો. પરંતુ આ બંનેએ કોઈનું સાંભળ્યું નહીં.


    'પ્રેમ ઉંમર જોતો નથી'

    જેના પર 20 વર્ષીય અંબરનું દિલ આવી ગયું અને તેણે પણ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો તે 60 વર્ષીય અશરફ અત્યાર સુધી સિંગલ હતા. અંબર દ્વારા પ્રપોઝ કરવામાં આવતા અશરફની અંદર પ્રેમના પુષ્પો ખીલવા લાગ્યા અને બંનેએ સાથે જીવવા અને મરવાની પ્રતિજ્ઞા પણ લઈ લીધી હતી. વાસ્તવમાં અશરફ તમામ ભાઈ-બહેનોમાં સૌથી મોટો હતો. બીજા બધાની જવાબદારીઓ નિભાવતી વખતે તે પોતાનું જીવન આગળ વધારવાનું ભૂલી ગયો અને અપરિણીત રહી ગયો. 60 વર્ષની ઉંમરે, 20 વર્ષની એમ્બરે તેના દિલ પર કબજો કરી લીધો હતો. બંનેએ કહ્યું કે, પ્રેમમાં ઉંમર દેખાતી નથી.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Love marriage, Love story

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन