Home /News /national-international /ટીવી પત્રકાર રોહિત સરદાનાનું હાર્ટ અટેકથી નિધન, કોરોનાથી પણ હતા સંક્રમિત

ટીવી પત્રકાર રોહિત સરદાનાનું હાર્ટ અટેકથી નિધન, કોરોનાથી પણ હતા સંક્રમિત

વર્ષ 2018માં જ રોહિત સરદાનાને ગણેશ શંકર વિદ્યાર્થી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા

વર્ષ 2018માં જ રોહિત સરદાનાને ગણેશ શંકર વિદ્યાર્થી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા

નવી દિલ્હી. જાણીતા ટીવી પત્રકાર (Journalist) રોહિત સરદાના (Rohit Sardana)નું શુક્રવારે નિધન થયું છે. રોહિત સરદાનાના નિધન પર New18 Indiaના એન્કર અને પત્રકાર અમીશ દેવગણે ટ્વીટ કર્યું. તેઓએ લખ્યું કે, મારા મિત્ર પત્રકાર રોહિત સરદાનાના નિધનના સમાચાર સાંભળીને સ્તબ્ધ છું. મહાદેવ પોતાના ચરણોમાં સ્થાન આપે.

રોહિત સરદાનાએ ટ્વીટરના માધ્યમથી પોતે કોરોના સંક્રમિત થયા હોવાની જાણ કરી હતી. 24 એપ્રિલે તેઓએ ટ્વીટ કર્યું હતું કે, એક સપ્તાહ પહેલા તાવ અને બાકી લક્ષણ આવ્યા બાદ ટેસ્ટ કરાવ્યો હતો. RT-PCR નેગેટિવ આવ્યો પરંતુ CT-Scanથી કોવિડની પુષ્ટિ થઈ હતી. હાલમાં સ્થિતિ પહેલાથી સારી છે. તમે સૌ પોતાનું અને પોતાના પરિવારજનોનું ધ્યાન રાખજો.


સીનિયર જર્નાલિસ્ટ રાજદીપ સરદેસાઈએ રોહિત સરદાનાના નિધનની જાણકારી આપી છે. તેઓએ ટ્વીટ પર શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, દોસ્તો ખૂબ જ દુખદ સમાચાર છે. જાણીતા ટીવી ન્યૂઝ એન્કર રોહિત સરદાનાનું નિધન થયું છે. તેમને આજે સવારે જ હાર્ટ અટેક આવ્યો છે. તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના.


આ પણ વાંચો, Fact Check: શું નાસ લેવાથી ખરેખર મરી જાય છે કોરોના વાયરસ? જાણો આ દાવાની હકીકત


બીજી તરફ, સીનિયર જર્નાલિસ્ટ સુધીર ચૌધરીએ પણ ટ્વીટ કર્યું કે, થોડા સમય પહેલા જિતેન્દ્ર શર્માનો ફોન આવ્યો. તેમે જે કહ્યું તે સાંભળી મારા હાથ ધ્રૂજવા લાગ્યા. અમારા મિત્ર અને સહયોગી રોહિત સરદાનાના નિધનના સમાચાર હતા. આ વાયરસ આપણા આટલા નજીકના કોઈને ઉઠાવીને લઈ જશે એવી કલ્પના નહોતી કરી. તેના માટે હું તૈયાર નહોતો. આ ભગવાનનો અન્યાય છે. ઓમ શાંતિ.

આ પણ વાંચો, ડૉક્ટરે PPE Kit ઉતારીને શૅર કરી તસવીર, લોકોએ કહ્યું- ‘તમારા પર ગર્વ છે’

ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી ટીવી મીડિયાનો ચહેરો રહેલા રોહિત સરદાના હાલના સમયમાં ‘આજ તક’ ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થનારા ‘દંગલ’નું એન્કરિંગ કરતા હતા. 2018માં જ સરદાનાને ગણેશ શંકર વિદ્યાર્થી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
First published:

Tags: Coronavirus, COVID-19, Heart attack, Television, જર્નાલિસ્ટ, સમાચાર