દુનિયાભરમાં અલગ અલગ જગ્યા પર એવી અજીબોગરીબ અને અનોખી પરંપરા છે, જેના વિશે સાંભળીને લોકો ચોંકી જાય છે. ક્યારેક આસ્થાના નામ પર તો ક્યારેક માનતાના નામ પર લોકો આવા કામ કરતા હોય છે, જે કોઈ વિચારી પણ ન શકે. ક્યાંક પૂર્વજોને ખુશ કરવા માટે મહિલાઓની આંગળીઓ કાપી નાખવામાં આવે છે, તો ક્યાં પોતાની ખુશી માટે એવું કરતા હોય છે, જેનું રહસ્ય હજૂ સુધી લોકોને નથી ખબર. એક આવી જ પરંપરાએ દેશના ટૂરિઝ્મને વધારી દીધું છે, જેમાં મહિલાઓ પોતાની ખુશીથી આ કામ કરે છે અને પોતાની માનતા પુરી થવાની રાહ જોતા હોય છે.
ન્યૂઝીલેન્ડમાં Central Otago cardona નામની એક જગ્યા છે, જ્યાં માનતા પુરી કરવા માટે છોકરીઓ પોતાની બ્રા ખોલીને લોખંડના તાર પર ટીંગાળી દેતી હોય છે. આ વિસ્તારમાં આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે, તેથી લોકો તેને આસ્થા સાથે જોડીને જોવા લાગ્યા છે. હવે કપડા ઉતારી દેવાથી માનતા પુરી થાય છે કે, નહીં એતો ખબર નથી પણ ત્યાંની મહિલા અને ટૂરિસ્ટ તરીકે જતાં લોકો આ જગ્યાએ ખૂબ જ માન આપવા લાગ્યા છે.
ઈનરવિયર ઉતારવાથી શું પુરી થાય છે માનતા
આ અનોખી પરંપરા અને વિશ્વાસને લઈને કહેવાય છે કે, તેની શરુઆત 1999માં થઈ હતી, જ્યારે લોખંડના તારવાળી ફેન્સ પર કોઈએ ચાર બ્રા ટાંગી દીધી. ત્યાર બાદ લોકો તેને માનતાવાળી જગ્યા સમજીને એક પછી એક લોકો આવું કરવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે, થોડા સમયમાં અહીં બ્રાનો ઢગલો થઈ ગયો. આખરે એવું તે શું છે આ જગ્યા પર કે મહિલાઓે અહીં પહોંચતા જ પોતાની બ્રા ઉતારીને ટાંગી દે છે? અહીંની સરકારે આ અનોખી પરંપરાને રોકવાની ઘણી કોશિશ કરી, પણ કોઈ ફાયદો થયો નહીં. સારી વાત એ છે કે, મહિલાઓ ખુશીથી આ કામ કરે છે, કોઈના પ્રેશરમાં આવીને નહીં. માનતા પુરી થાય એટલા માટે નિભાવે છે.
આવી છે માન્યતા
કહેવાય છે કે, લગભગ 2 દાયકા પહેલા અમુક છોકરીઓ અહીં ન્યૂ ઈયર પાર્ટી મનાવા માટે આવી હતી, આ દરમિયાન તેમણે ખૂબ દારુ પીધો. જેનાથી તેઓ સાન ભાન ભૂલી ગયા. આવી જ હાલતમાં તેમણે અહીં પોતાની બ્રા ઉતારીને લોખંડના તાર પર ટાંગી દીધી. જે બાદ લોકોએ જોયું તો, તેઓ કંઈક પરંપરા સમજી બેઠા. કહેવાય છે કે, પાર્ટીની બીજી રાતે અહીં બ્રા લટકાવનારી ચારેય છોકરીઓ ક્યાંક ગુમ થઈ ગઈ. ત્યારથી આ પરંપરા ચાલી આવે છે.
માનતાવાળી બ્રા ચોરી થવા પર લોકપ્રિયતા વધી
બ્રા લટકાવીને માનતા માગવાની આ અનોખી પરંપરા અજીબ છે, પણ તેનાથી પણ વધારે અજીબ અને ચોંકાવનારુ છે, તે ચોર કરે છે. ચોર લોકો અહીં લટકાવેલી બ્રા ચોરીને લઈ જાય છે. આવું થવાના કારણે આ જગ્યા અને ઘટના બંને દુનિયાભરમાં ફેલાઈ અને ટૂરિસ્ટની સંખ્યા પણ વધવા લાગી. ત્યારે એવું કહેવાય છે કે, ચોરની ચોરીવાળી ઘટનાથી આ જગ્યા ખૂબ જ લોકપ્રિય થઈ અને ટૂરિઝ્મને પ્રોત્સાહન મળ્યું. તેથી જ તો સ્થિતી એવી છે કે, ન્યૂઝીલેન્ડ ફરવા આવતા પ્રવાસીઓ બ્રા લટકાવીને માનતા માગતા લોકો અને આ જગ્યા જોવાનું ખૂબ પસંદ કરે છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર