અહીં મોતના 30 વર્ષ બાદ મૃતકોના કરાવે છે લગ્ન! ભારતની અનોખી માન્યતા ચર્ચામાં
અહીં એવા લોકોના લગ્ન કરાવવામાં આવે છે જે જન્મ સમયે મૃત્યુ પામ્યા હતા.
Amazing rituals in India: 28 જુલાઈના રોજ કર્ણાટકના દક્ષિણ કન્નડ (Dakshina Kannada) જિલ્લામાં શોભા અને ચંદપ્પા નામના યુગલના લગ્ન થયા હતા. આ લગ્ન સામાન્ય લગ્નો જેવા જ હતા. તફાવત માત્ર એટલો હતો કે શોભા અને ચંદપ્પા 30 વર્ષથી મૃત્યુ (Marriage of dead people) પામેલા છે.
ભારત વિવિધતાઓનો દેશ છે. અહીં તમને દરેક રાજ્યમાં અલગ-અલગ પ્રકારની માન્યતાઓ, રિવાજો (Amazing rituals in India) જોવા મળશે. જેને લોકો સદીઓથી અનુસરતા આવ્યા છે. આજના સમયમાં, જ્યારે લોકો વધુ પ્રેક્ટિકલ બની ગયા છે અને તેમની માન્યતાઓ ભૂલી રહ્યા છે, ત્યારે તેમને આ રિવાજો વિચિત્ર લાગી રહ્યાં છે, પરંતુ જે લોકો આ રિવાજોમાં વિશ્વાસ કરે છે, તેઓ હજી પણ તેનું દિલથી પાલન કરે છે. આવો જ એક રિવાજ કર્ણાટક (Karnataka)માં કરાઈ છે જ્યાં મૃત લોકોના લગ્ન કરાવવા (Marriage of dead people)માં આવે છે.
એનડીટીવીના અહેવાલ મુજબ, 28 જુલાઈના રોજ કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં શોભા અને ચંદપ્પા નામના કપલે લગ્ન કર્યા હતા. આ લગ્ન સામાન્ય લગ્નો જેવા જ હતા, તમામ રીત-રિવાજોનું પાલન કર્યા પછી તફાવત માત્ર એટલો હતો કે શોભા અને ચંદપ્પા 30 વર્ષથી મૃત્યુ પામ્યા છે. વાસ્તવમાં કર્ણાટકમાં પ્રેમ કલ્યાણમ (Pretha Kalyanam) નામની પ્રથા અનુસરવામાં આવે છે જેમાં મૃતકોના લગ્ન કરાવવામાં આવે છે.
જન્મ સમયે મૃત્યુ પામેલા લોકોના કરાવાય છે લગ્ન કર્ણાટક અને કેરળના ઘણા ભાગોમાં આ માન્યતા હજુ પણ અનુસરવામાં આવે છે. આ માન્યતા હેઠળ, લગ્ન એવા લોકો માટે કરવામાં આવે છે જેઓ જન્મ સમયે મૃત્યુ પામ્યા હતા અથવા મૃત જન્મ્યા હતા.
I'm attending a marriage today. You might ask why it deserve a tweet. Well groom is dead actually. And bride is dead too. Like about 30 years ago.
And their marriage is today. For those who are not accustomed to traditions of Dakshina Kannada this might sound funny. But (contd)
આ રીતે, અહીંના લોકો મૃતકોની આત્માને સન્માન આપવા માટે આવું કરે છે. હાલમાં જ ટ્વિટર પર એની અરુણ નામની વ્યક્તિએ પોતાના ટ્વિટર પર આ માન્યતા સાથે સંબંધિત એક સંપૂર્ણ થ્રેડ શેર કર્યો છે. તેણે કહ્યું કે તે આવા જ એક લગ્નમાં સામેલ થયો છે. આ સાથે તેણે વીડિયો શેર કર્યો જેમાં લોકો લગ્નની વિધિ કરતા જોવા મળી રહ્યા છે.
અપરિણીત લોકો આ લગ્ન જોઈ શકતા નથી વ્યક્તિએ જણાવ્યું કે આ પરંપરા હેઠળ મૃતકોના પરિવારજનો એકબીજાના ઘરે જાય છે અને પહેલા સગાઈ કરે છે અને પછી લગ્નની વિધિ કરે છે. તેણે કહ્યું કે બાળકો અને અપરિણીત લોકો આ લગ્ન જોઈ શકતા નથી. પરિવારના લોકો પણ નવા પરિણીત યુગલોને આશીર્વાદ આપવા આવે છે. લગ્નમાં મંગળસૂત્ર પણ પહેરાવવામાં આવે છે અને કન્યાદાન પણ કરવામાં આવે છે. અરુણની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે અને તેને 35 લાખથી વધુ લાઈક્સ મળી છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર