83 વર્ષે સાડી પહેરીને ડેડલિફ્ટ કરે છે વેટલિફ્ટર દાદી, સોશિયલ મીડિયા પર Video વાયરલ

83 વર્ષે સાડી પહેરીને ડેડલિફ્ટ કરે છે વેટલિફ્ટર દાદી, સોશિયલ મીડિયા પર Video વાયરલ

વેટલિફ્ટર બનવાની તેમની આ સફર ગત વર્ષે એક અકસ્માત પછી શરૂ થઇ હતી

 • Share this:
  નવી દિલ્હી : એમએસ ધોની (MS Dhoni), લિએન્ડર પેસ જેવા ઘણા ખેલાડી ઉંમરને ફક્ત એક નંબર જ માને છે અને તેને 83 વર્ષના વેટલિફ્ટર દાદીએ (Weightlifter dadi)સાબિત કરી દીધું છે. હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક દાદીનો વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર સનસની મચાવી છે. 83 વર્ષના કિરણ બાઇ સાડીમાં ડેડલિફ્ટ કરે છે. કિરણ બાઇના પૌત્રએ પોતાની દાદીના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જે ઘણા વાયરલ થઇ રહ્યા છે. કિરણ બાઇ ચેન્નઇમાં રહે છે અને બાળપણથી જ ખો-ખો, કબડ્ડી જેવી રમતોમાં રસ છે.

  આ ઉંમરમાં પણ દાદી ઘણા ફિટ છે. વેટલિફ્ટર બનવાની તેમની આ સફર ગત વર્ષે એક અકસ્માત પછી શરૂ થઇ હતી. ગત વર્ષે પડી જવાથી તેમના ઘૂંટણમાં ઇજા પહોંચી હતી, જેના કારણે ચાલવામાં તકલીફ થતી હતી. તેમને ડર પણ લાગવા લાગ્યો કે તે ફરીથી ચાલી શકશે કે નહીં.

  આ પણ વાંચો - કોરોના સામે ગેમચેન્જર બન્યું ડ્રગ કોકટેલ, હૈદરાબાદના ડૉક્ટરોનો મોટો દાવો, સમજો

  ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેમનો પૌત્ર એક જિમ ટ્રેનર છે અને તેમના પૌત્રએ જ તેમને ફરીથી સ્વસ્થ કરવાની પૂરી જવાબદારી લીધી અને આખા ઘરને જિમમાં બદલી નાખ્યું હતું. પૌત્રએ પોતાની દાદી માટે વર્કઆઉટની યોજના બનાવી હતી.
  તે પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. તે એક સપ્તાહમાં ત્રણ વખત વેટ ઉઠાવે છે. પોતાના સેશનની શરૂઆત વર્કઆઉટ સાથે કરે છે. આ વર્ષે તેમના 83માં જન્મ દિવસે પૌત્રએ તેમનો એક વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં તે 25 કિગ્રા વજન ઉઠાવતા જોવા મળે છે.
  Published by:Ashish Goyal
  First published: