વિધાનસભા ચૂંટણીની હલચલ વચ્ચે J&Kમાં વધુ 25 હજાર જવાન મોકલાશે

News18 Gujarati
Updated: August 2, 2019, 7:38 AM IST
વિધાનસભા ચૂંટણીની હલચલ વચ્ચે J&Kમાં વધુ 25 હજાર જવાન મોકલાશે
એક સપ્તાહ પહેલા જ કાશ્મીરમાં 10 હજાર જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા

એક સપ્તાહ પહેલા જ કાશ્મીરમાં 10 હજાર જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા

  • Share this:
જમ્મુ-કાશ્મીરમાં 25,000 વધુ જવાન મોકલવાના અહેવાલ સામે આવ્યા છે. આ પહેલા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઘાટીમાં 100 કંપનીઓ મોકલવાની વાત કહી હતી. પેરામિલિટ્રી ફોર્સના આ જવાનોને કાશ્મીર ઘાટીમાં વધુ સૈનિક મોકલવા માટે સરકાર તરફથી મૌખિક આદેશ જાહેર કરવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે માત્ર છેલ્લા 4 દિવસમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CRPF)ની 281 કંપનીઓ જમ્મુ-કાશ્મીરમાં પહોંચી ચૂકી છે.

નોંધનીય છે કે, લગભગ એક સપ્તાહ પહેલા સરકારે જમ્મુ-કાશ્મીરમાં 10,000 વધારાના સુરક્ષા દળોની તહેનાતીની વાત કહી હતી. ત્યારબાદથી જ જમ્મુ-કાશ્મીરમાં આટલી મોટી સંખ્યામાં જવાનોની તહેનાતીને લઈને સવાલ ઊભા થયા અને અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા હતા.

ગત સપ્તાહે જ તહેનાત કરવામાં આવી હતી 100 કંપનીઓ

ગત સપ્તાહ સરકારે 100 કંપનીઓ તહેનાત કરવા પાછળ આતંકવાદ વિરોધી કાર્યવાહીને વધુ મજબૂતી આપવાનું કારણ કહેવામાં આવી રહ્યું હતું. તેમાં સીઆરપીએફની 50, બીએસએફની 10, એસએસબીની 30, આઈટીબીપીની 10 કંપનીઓ તહેનાત કરવાની હતી. નોંધનીય છે કે, બુધવારે જ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કલમ 35Aને હટાવવાની અટકળોનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. તેઓએ સ્પષ્ટ કર્યુ હતું કે આ પ્રકારની કોઈ પણ યોજના નથી.

સેના પ્રમુખ જનરલ બિપિન રાવત પણ બે દિવસના જમ્મુ-કાશ્મીરના પ્રવાસે

આ દરમિયાન અમરનાથ યાત્રાને પણ 4 ઓગસ્ટ સુધી રોકી દેવામાં આવી છે. સરકારનું કહેવું છે કે ખરાબ હવામાનના કારણે આવું કરવામાં આવ્યું છે. જોકે, હવામાન વિભાગે વાતાવરણમાં કોઈ ફેરફારની વાત નથી કહી. ઓફિશિયલ સૂત્રોએ એમ પણ જણાવ્યું કે યાત્રાની સુરક્ષામાં લાગેલા કેટલાક જવાનોના લોકેશન બદલવામાં આવ્યા છે અને તેમને ઘાટીમાં સુરક્ષા પર લગાવવામાં આવ્યા છે. અમરનાથ યાત્રામાં લગભગ 400 ટુકડી એટલે કે 40 હજાર જવાનોની તહેનાતથી કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કાશ્મીર ઘાટીમાં તહેનાત જવાનોને કોઈ પણ ઇમરજન્સીની સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.સેના પ્રમુખ બિપિન રાવત પણ સુરક્ષા વ્યવસ્થાનું નિરિક્ષણ કરવા માટે ગુરુવારે શ્રીનગર પહોંચ્યા. તેઓ આગામી બે દિવસ કાશ્મીરમાં જ રહેશે. અગાઉ 10 હજાર વધારાના જવાનોની તહેનાતી પણ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના જમ્મુ-કાશ્મીરના પ્રવાસથી પરત ફર્યા બાદ કરવામાં આવી હતી.
First published: August 2, 2019, 7:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading