Home /News /national-international /Viral Video: લગ્નમાં DJએ ફેવરિટ ગીત ના વગાડતા રિસાઈ ગઈ કન્યા, મંડપમાં જવાની ના પાડી દીધી!
Viral Video: લગ્નમાં DJએ ફેવરિટ ગીત ના વગાડતા રિસાઈ ગઈ કન્યા, મંડપમાં જવાની ના પાડી દીધી!
વાયરલ વીડિયો
મંડપ પ્રવેશ સમયે ડીજેએ તેની પસંદગીનું ગીત ન વગાડતા તે ગુસ્સે થઈ ગઈ છે. નારાજ કન્યા મંડપમાં આવવાની સ્પષ્ટ ના પાડી રહી છે. શિવાની પીપ્પલ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો
Viral Video: દરેક સ્ત્રી માટે લગ્ન જીવનનો સૌથી ખાસ દિવસ હોય છે. આ દિવસે તે પોતાની ઈચ્છા મુજબ બધું ઈચ્છે છે. આવી સ્થિતિમાં તેની એન્ટ્રી વખતે તેની પસંદગીનું ગીત ન વાગે તો શું થઈ શકે? આવું વિચારી પણ ના શકાય. પણ હાલના સમયે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એન્ટ્રી સમયે દુલ્હનનું મનપસંદ ગીત વગાડવામાં ન આવતા તેણે મંડપમાં જવાની ના પાડી દીધી હતી.
આ વીડિયોમાં કન્યા મંડપ નજીક છે. ત્યાં તેના ચહેરા પર નારાજગી સ્પષ્ટ જોઈ શકાય છે. તેના પ્રવેશ સમયે ડીજેએ તેની પસંદગીનું ગીત ન વગાડતા તે ગુસ્સે થઈ ગઈ છે. નારાજ કન્યા મંડપમાં આવવાની સ્પષ્ટ ના પાડી રહી છે. શિવાની પીપ્પલ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર શેર થતા જ આ વીડિયો ઈન્ટરનેટ પર છવાઈ ગયો છે. આ વીડિયો અલગ અલગ હેન્ડલ દ્વારા શેર પણ થયો છે.
મંડપમાં જવાનો ઇનકાર કરી ગુસ્સે ભરાયેલી કન્યાને શાંત પાડવા ગયેલા સંબંધીઓ અને મિત્રોને તે કહે છે કે, "તે ગીત જ વાગશે, તેને કહો, મેં તેને પહેલા જ કીધું હતું. તેને કહો કે, પિયા મોહે ઘર આયે જ વાગશે." દુલ્હનની નારાજગી જોઈને હાજર લોકો ડીજેને તેની વિનંતીનું ગીત વગાડવાનું કહે છે.
શિવાની પિપ્પલે શેર કર્યા પછી આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર 2 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. તેમજ 1.2 લાખથી વધુ લાઇક્સ અને એક હજારથી વધુ કોમેન્ટ મળી છે. આ વીડિયો પર યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, મેં પણ આવું જ કર્યું હતું. એક યુઝરે લખ્યું છે કે દુલ્હન કેટલી ક્યૂટ છે, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે 'ઓલ ધ બેસ્ટ ટુ હસબન્ડ.' કેટલાક લોકોએ આને વિરાટ -અનુષ્કાના લગ્નની સાઈડ ઇફેક્ટ પણ કહી છે.
અંતે દુલ્હનની પસંદગીનું ગીત વગાડવામાં આવે છે અને તેણે સ્વપ્નમાં જોયેલી બ્રાઇડલ એન્ટ્રી મળે છે. એક ફોલો-અપ વીડિયોમાં તેણે ખુલાસો કર્યો છે કે, ડીજેએ તરત જ તેનું ગીત વગાડ્યું હતું અને તે ચહેરા પર સ્મિત સાથે લગ્ન સ્થળમાં પ્રવેશી હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર