સરક્ષણ મંત્રાલયની વેબસાઈટ હૈક પછી હોમ મિનિસ્ટ્રીની સાઈટ બંધ

નિર્મલા સીતારમણની ફાઇલ તસવીર

 • Share this:
  સરક્ષણ મંત્રાલયની વેબસાઈટ હેક થઈ છે. સરક્ષણ મંત્રાલયના હોમ પેજ પર ચીની ભાષામાં મેસેજ જોવા મળી રહ્યો છે. આ આખા મામલા પર સરક્ષણ મંત્રી નિર્ણલા સીતારમને ટ્વિટ કરીને કહ્યું કે, વેબસાઈટ હેક થયા બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. થોડા જ સમયમાં ઠિક કરી લેવામાં આવશે. ભવિષ્યમાં આવું બીજી વાર નથાય તે માટે જરૂરી પગલઓ લેવામાં આવશે.

  અધિકારીઓએ જણાવ્યું કે, વેબસાઈટ પર ચાઈનિંઝ અક્ષરમાં નજર આવેલ મેસેજ પ્રમાણે ચીની હેકર્સ આમાં સામેલ હોઈ શકે છે. મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, 'આ બાબતે અમારી સતત નજર છે. રાષ્ટ્રીય સૂચના કેન્દ્ર તેને ઠિક કરવાનું પ્રયત્ન કરી રહ્યું છે. આ કેન્દ્ર વેબસાઈટની દેખરેખ રાખે છે.' અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, ચીની હેકર્સ આ વેબસાઈટને બગાડવામાં (હેક) સામેલ હોઈ શકે છે.

  સરક્ષણ મંત્રાલયની અધિકારિક વેબસાઈટ હેક થાય બાદ સાવચેતીના પગલા રૂપે ગૃહ મંત્રાલયની વેબસાઈટને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે. એક અધિકારીએ પ્રવક્તાએ જણાવ્યું કે, ગૃહ મંત્રાલયની વેબસાઈટને હોસ્ટ કરનાર નેશનલ ઈન્ફોરર્મેટિક્સ સેન્ટર વેબસાઈટની સુરક્ષા સિસ્ટમને વધુ મજબૂત બનાવવાના કામે લાગ્યું છે. આ કારણે વેબસાઈટને હાલમાં બંધ કરી દેવામાં આવી છે.

  ગૃહ મંત્રાલયની વેબસાઈટને લોગઓન કરવા પર સંદેશ આવી રહ્યો છે કે, "તમે જે સેવા માટે અનુરોધ કર્યો છે, તે અસ્થાયી રૂપમાં ઉપલબ્ધ નથી. અસુવિધા માટે દુ:ખ છે આ ઝડપી શરૂ થઈ જશે." પ્રવક્તાએ જણાવ્યું કે, સાવચેતીના રૂપે આ પગલા લેવામાં આવ્યા છે.  પાછલા વર્ષે ભારત સરકારની ગૃહમંત્રાલયની વેબસાઈટને હેક કરી લેવામાં આવી હતી. જેવી જ હેકની જાણકારી મળી નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરે વેબસાઈટને બ્લોક કરી દીધી. હાલમાં અરૂણાચલ પ્રદેશમાંથી પણ એક આવા જ સમાચાર આવી રહ્યાં છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, બોર્ડર વિસ્તારોના મોબાઈલમાં ચીની નેટવર્ક પકડાઈ રહ્યું છે. આનાથી રાષ્ટ્રીય સુરક્ષા ખતરામાં પડવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

  અરૂણાચલના વિસ્તારમાં ચીની મોબાઈલ નેટવર્ક મળવા પર પીએલએ પર નજર રાખવા માટે એક ભારતીય અધિકારીએ કહ્યું હતું કે આ વિસ્તારમાં ક્નેક્ટિવિટીની સમસ્યા છે. અહી ન મોબાઈલ નેટવર્ક ક્નેક્ટિવિટી છે ન રોડ ક્નેક્ટિવિટી. અહીની પરિસ્થિતિ એટલી વિષમ છે કે કોઈ ભારતીય સૈનિક ઈજાગ્રસ્ત થઈ જાય તો પણ તેને અહીથી નિકાળવો એક પડકાર બની જાય છે, કેમ કે અહી હમેશા જમીનમાં ઉથલપાથલ થતાં રહે છે. તેમને કહ્યું કે, તેમના માટે અસલી પડકાર રોડ, બ્રિઝ અને ઈન્ટર વેલી કનેક્ટિવિટી છે ન કે મિલિટ્રી સાધનો અથવા સૈનિકો.

  ચીનને અત્યાર સુધી ઉત્તર-પૂર્વ બોર્ડર તરફ સારો એવો ઈન્ફ્રાન્સ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. તિબેટના સ્વાયત્ત પ્રદેશમાં ચીને 14 એરબેસ, એક મોટું રેલ નેટવર્ક અને 58 હજાર કિલોમીટર લાંબો રોડ બનાવ્યો છે. પોતાની આ સુવિધાને લઈને ચીન પોતાની 30-30 ડિવિઝનો, જેમાં 12 હજાર તોપ છે, જેને સરળતાથી ત્યાં તૈનાત કરી શકાય છે.

  એવામાં જમીનનું ભૂખ્યું ચીન જો કોઈ રીતે નેટવર્કથી ભારતીય વિસ્તારમાં છેડછાડ કરી રહ્યું છે તો આશ્ચર્યની વાત થશે નહી. ભારત આટલા વર્ષોથી ચીનથી ત્રસ્ત હોવા છતાં હજું સુધી ઠિક-ઠિક ઢાંચો પણ તૈયાર કરી શક્યું નથી. આ નેટવર્કમાં ગડબડીની મામલામાં ગંભીરતાની સમસ્યાને સમજવી જરૂરી છે.

  Published by:Mujahid Tunvar
  First published: