IMD Weather Alert: દિલ્હી એનસીઆરથી લઈને યૂપી-બિહાર સુધીના વિસ્તારોમાં ભારે વરસાદથી રાહત મળી ચુકી છે. ઉત્તર ભારતથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય લગભગ થઈ ચુકી છે.
નવી દિલ્હી: દિલ્હી એનસીઆરથી લઈને યૂપી-બિહાર સુધીના વિસ્તારોમાં ભારે વરસાદથી રાહત મળી ચુકી છે. ઉત્તર ભારતથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય લગભગ થઈ ચુકી છે. પણ દક્ષિણ અને મધ્ય ભારતમાં હજૂ પણ તેની અસર જોવા મળી રહી છે. આ જ કારણ છે કે, મહારાષ્ટ્રના પુણે-ઢાણેથી લઈને કર્ણાટક અને કેરલમાં વરસાદની સિઝન ચાલું છે. તો વળી બંગાળની ખાડીમાં ચક્રવાતનું પણ પૂર્વાનુમાન લગાવામાં આવ્યું છે. જેનાથી ફરી એક વાર હવામાન પોતાની ચાલ બદલે તેવી સંભાવના છે.
આઈએમડી એટલે કે, ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે મંગળવારે કહ્યું કે, બંગાળની ખાડી પર ઓછા પ્રેશર વાળા વિસ્તાર બનવાની સંભાવના છે અને વીકેન્ડ સુધી ચક્રવાતમાં બદલી શકે છે. આઈએમડીના જણાવ્યા અનુસાર, આગામી 36 કલાકની અંદર બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમ અને તેનાથી અડીને આવેલા પૂર્વ મધઅય ભાગ ઉપર ઓછુ પ્રેશર રહેવાની સંભાવના છે. તેમણે કહ્યું કે, તે પશ્ચિમ-ઉત્તર આગળ વધવાની સંભાવના છે અને 22 ઓક્ટોબરની સવાર સુધી બંગાળની ખાડીના મધ્યમાં આ પ્રેશર બની શકે છે.
આઈએમડીના જણાવ્યા અનુસાર, તેના બંગાળની ખાડીના પશ્ચિમ મધ્ય ઉપર ચક્રવાતી તોફાનમાં બદલવાની અણસાર છે. આઈએમડીના ડિરેક્ટક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે, ઓેછા પ્રેશરવાળા ક્ષેત્રમાં તોફાન બની શકે છે. પણ તેની તીવ્રતા અને માર્ગ વિશે કોઈ પૂર્વાનુમાન જાહેર નહીં કરવામાં આવ્યું. ઓછા પ્રેશરવાળા ક્ષેત્ર બન્યા બાદ ચક્રવાતને લઈને અમે આગળનું વિવરણ આપી શકીએ છીએ. ઓડિશા સરકારે આ પૂર્વાનુમાનના ધ્યાને રાખથા 23થી 25 ઓક્ટોબરની વચ્ચે કર્મચારીઓની રજાને રદ કરી દીધી છે. રાજ્યના તટીય જિલ્લા એલર્ટ પર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર