નવી દિલ્હી; પહાડોમાં થઈ રહેલા બરફવર્ષાની અસર ઉત્તરના મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે. સ્નોફોલના કારણે તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો આવ્યો છે. તો વળી રાજસ્થાનના મેદાની વિસ્તારમાં શીતલહેર ચાલી રહી છે. મૌસમ વિભાગનું કહેવું છએ કે, અંડમાનની આજૂબાજૂના એક સર્કલ બનેલું છે. તેના કારણે દક્ષિણના રાજ્યોમાં આગામી 4-5 દિવસ સુધી વરસાદ થઈ શકે છે. તો વળી ઉત્તર ભારતમાં ઠંડી વધશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4થી 5 દિવસ સુધી ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં ન્યૂનતમ તાપમાન 8થી 10 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોઈ શકે છે. તો વળી રાજસ્થાનના અમુક વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી શીતલહેરની સ્થિતિ જોવા મળી શકે છે.
મૌસમ વિભાગનું માનીએ તો, અંડમાનની નજીક એક સર્કુલેશન બનેલું છે. તેના કારણે દક્ષિણના અમુક રાજ્યોમાં 4થી 5 દિવસ સુધી વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે અંડમાન અને નિકોબાર, આંધ્ર પ્રદેશ, તમિલનાડૂ અને કેરલના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જો કે, આવનારા થોડા દિવસમાં મોટા ભાગના રાજ્યોમાં પરિવર્તન જોવા મળશે નહીં.
રાજસ્થાનમાં પારો ગગડ્યો
આ બાજૂ રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન સતત ઘટતું દેખાઈ રહ્યું છે. કેટલાય વિસ્તારોમાં રાતે પારો હવે 10 ડિગ્રીથી નીચે જઈ રહ્યો છે. મૌસમ વિભાગે રાજસ્થાનના કોટા, ભીલવાડા અને સીકરમાં ઠંડીની લહેરની ચેતવણી આપી છે. પારો ગગડવાનું આ સ્થિતિ છેલ્લા એક અઠવાડીયાથી ચાલી રહી છે. સીકરમાં શનિવારે સવારે તાપમાન 3.5 ડિગ્રી નોંધાયું હતું. તો વળી દિલ્હીમાં શનિવારે ન્યૂનતમ તાપમાન સામાન્યથી ત્રણ ડિગ્રી ઓછુ 8.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર