હોળી પર પલળવા માટે તૈયાર રહેજો! ગુજરાતમાં 8મી માર્ચ સુધી વરસાદની આગાહી
ફાઇલ તસવીર
Weather Update: આઇએમડી પ્રમાણે, પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં શનિવાર અને રવિવારે ઝરમર કે કરા પડવાની સંભાવના છે. આ ઉપરાંત રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 4થી 8 માર્ચ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
નવી દિલ્હીઃ હવામાન વિભાગે હોળી પહેલાં રાજસ્થાન અને પશ્ચિમ તથા મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારમાં કડાકાભડકા સાથે વરસાદ વરસશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. દેશભરમાં સાત અને આઠ માર્ચે હોળીનો તહેવાર મનાવવામાં આવશે. ભારતના હવામાન વિભાગે ઉષ્ણકટિબંધીય હવામાન પ્રણાલીને કારણે શનિવારથી લઈને બુધવાર સુધી કડાકાભડાકા સાથે વરસાદ સહિત કરા પડવાની સંભાવના વ્યક્ત કરી છે.
આઇએમડી પ્રમાણે, પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં શનિવાર અને રવિવારે ઝરમર કે કરા પડવાની સંભાવના છે. આ ઉપરાંત રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 4થી 8 માર્ચ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે જણાવ્યુ છે કે, શનિવારે દક્ષિણ હરિયાણઆમાં અને રવિવાર સુધીમાં રાજસ્થાનમાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આઠ માર્ચ સુધીમાં પૂર્વ રાજસ્થાન, પશ્ચિમી મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ આવું જ હવામાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
તો બીજી તરફ, દેશની રાજધાની દિલ્હીના હવામાનની વાત કરીએ તો દિલ્હીમાં શનિવારે વધારેમાં વધારે અને ઓછામાં ઓછું તાપમાન ત્રણ ડિગ્રી સેલ્સિયન્સથી વધુ નોંધવામાં આવ્યું છે. ભારતના હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુરુત્તમ તાપમાન 29.3 ડિગ્રી સેલ્સિયન્સ અને લઘુત્તમ તાપમાન 16.3 ડિગ્રી સેલ્સિયન્સ નોંધવામાં આવ્યું છે.
હવામાન વિભાગ પ્રમાણે, સાક્ષેપ ભેજનું પ્રમાણ 66 અને 49 ટકા વચ્ચે રહ્યું હતું. વિભાગે રવિવારે દિલ્હીના આસપાસના વિસ્તારમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે ગુરુત્તમ તાપમાન 31 આસપાસ અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયન્સની આસપાસ રહી શકે છે.
દિલ્હીમાં AQI ઊંચો આવ્યો
દિલ્હીનો એક ક્લોલિટી ઇન્ડેક્સ સાંજે છ વાગ્યે ‘ખરાબ’ શ્રેણીમાં આંકવામાં આવ્યો હતો અને તેનું સ્તર 130 હતું. ઉલ્લેખનીય છે કે, શૂન્યથી 50 વચ્ચેનો AQI સારો, 51થી 100 વચ્ચે સંતોષજનક, 101થી 200 વચ્ચે મધ્મય, 201થી 300 વચ્ચે ખરાબ, 301થી 400 વચ્ચે બહુ ખરાબ અને 401થી 500 વચ્ચે ગંભીર માનવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર