Home /News /national-international /weather update: પશ્ચિમી ભારતમાં કેમ છે ભીષણ ગરમીનો કહેર? પહાડી રાજ્યોમાં પણ વધ્યું તાપમાન, જાણો કારણ

weather update: પશ્ચિમી ભારતમાં કેમ છે ભીષણ ગરમીનો કહેર? પહાડી રાજ્યોમાં પણ વધ્યું તાપમાન, જાણો કારણ

પહાડી રાજ્યો જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ તાપમાનમાં વધારો થયો છે (Reuters)

Mercury Rising : શુષ્ક મોસમના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, વિદર્ભ, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને દક્ષિણમાં આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના કેટલાક ભાગમાં ભીષણ લૂ યથાવત્ છે

સૃષ્ઠી ચૌધરી, નવી દિલ્હી : ઉત્તર-પશ્ચિમી મેદાની વિસ્તારના મોટાભાગમાં અધિકતમ તાપમાન (temperatures)સામાન્યથી ઉપર રહેવાના કારણે દિલ્હી અને આસપાસના ક્ષેત્ર અત્યાર સુધી ભીષણ ગરમીથી (heatwave)બચી ગયા છે. જોકે પશ્ચિમી રાજસ્થાન, ગુજરાત (Gujarat), મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના કેટલાક ભાગોમાં ગરમ હવાઓએ પોતાની અસર દેખાડવાનું શરું કરી દીધું છે. નેશનલ વેધર ફોરકાસ્ટિંગ સેન્ટર (NWFC)ના ડો. રાજેશ કુમારે (Dr Rajendra Kumar)કહ્યું કે હાલ દિલ્હી, પંજાબ, હરિયાણા અન ઉત્તર પ્રદેશમાં લૂ ની કોઇ ચેતવણી નથી.

તેમણે કહ્યું કે દિલ્હીમાં મહત્તમ તાપમાન 36.7 ડિગ્રી સેલ્સિયસથી વધારે ગયું નથી અને અહીં આગામી કેટલાક દિવસો સુધી તાપમાન આ રીતે રહે તેવી સંભાવના છે. પૂર્વી હવાઓના કારણે આદ્રતામાં વૃદ્ધિના કારણે લોકોને ઘણી પરેશાની ઉઠાવવી પડી રહી છે. શનિવારે હરિયાણામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ, ઉત્તર પ્રદેશમાં 37 ડિગ્રી સેલ્સિયસ અને દિલ્હીમાં 35.7 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યું છે.

રાજસ્થાનના મોટાભાગના હિસ્સામાં પારો 40 ડિગ્રીને પાર

દિલ્હીની વિપરિત જેસલમેર, ચુરુ, બીકાનેર, બાડમેર અને પિલાની સહિત પશ્ચિમી રાજસ્થાનના મોટાભાગમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સાથે દેશના પશ્ચિમી ભાગમાં ગરમ મોસમે પોતાનો પ્રભાવ શરુ કર્યો છે. બીજી તરફ શુષ્ક મોસમના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, વિદર્ભ, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને દક્ષિણમાં આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના કેટલાક ભાગમાં ભીષણ લૂ યથાવત્ છે.

આ પણ વાંચો - ઓમિક્રોનના સબ વેરિએન્ટથી દુનિયામાં ડર, શું ભારતમાં આવશે કોરોનાની ચોથી લહેર? જાણો એક્સપર્ટ્સનો મત

પહાડી રાજ્યોમાં પણ ગરમીએ બતાવી અસર

પહાડી રાજ્યો જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ તાપમાનમાં વધારો થયો છે. અહીં કેટલાક સ્થાનો પર અધિકતમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. એક અન્ય આઈએમડી વૈજ્ઞાનિકે કહ્યું ધર્મશાલા, મંડી, ચંબાના કેટલાક ભાગ અને સોલનમાં ગરમી છે અને તાપમાનમાં વધારો થયો છે. જોકે કુલ મિલાવીને મોસમ સુખદ છે. મેદાની વિસ્તારમાં જ્યાં લૂ જાહેર થવા માટે તાપમાનને 40 ડિગ્રી સેલ્સિયસે પહોંચવું પડે છે. હિલ સ્ટેશનમાં તેની જાહેરાત 30 ડિગ્રી સેલ્સિયસને પાર કર્યા પછી કરી શકાય છે.

તાપમાન વધવાનું શું છે કારણ?

ભારત મૌસમ વિજ્ઞાન વિભાગે (IMD) કહ્યું કે તેણે માર્ચ-એપ્રિલ-મે માટે પોતાના મોસમી દ્રષ્ટિકોણમાં માર્ચમાં સામાન્યથી સામાન્ય ન્યૂનતમ તાપમાનનો અંદાજ લગાવ્યો હતો. વિશેષ રુપથી ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગો, પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક ભાગો, પૂર્વી તટીય ક્ષેત્ર અને હિમાલયની તલહટીના કેટલાક ક્ષેત્રોમાં.

આઈએમડી પૂણેમાં જલવાયુ અનુસંધાન અને સેવાઓના પ્રમુખ ડો કે એસ હોસલીકરે સમજાવતા કહ્યું કે અમને માર્ચ પછી તાપમાન વધવાની આશા હતી. 500mb (ઉપરી વાયુ ચાર્ટ) સ્પષ્ટ રુપથી ભારતના મધ્ય ભાગમાં એક એન્ટી સાઇક્લોનના વિકાસને બતાવે છે. આ એક પ્રણાલી છે જે સામાન્ય રીતે માર્ચની શરૂઆતમાં ઉપરી વાયુમંડલમાં બને છે અને હવાના પેટર્નને બદલાવી દે છે. આ ઘણી સારી હવાને નીચે તરફ ધકેલે છે, જેનાથી જમીનની પાસે તાપમાન ગરમ થઇ જાય છે.

તટીય ક્ષેત્રમાં ગરમીની લહેરે લોકોને ચોંકાવ્યા

મેદાની વિસ્તારમાં વધારે તાપમાનનો અનુભવ થવો સામાન્ય છે. તટીય ક્ષેત્રમાં ગરમીની લહેરે ઘણા લોકોને ચોંકાવી દીધા છે. ઉદાહરણ માટે મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની નજીક નોંધાયું છે. વૈજ્ઞાનિકોના મતે આ પૂર્વી હવાઓના પ્રભુત્વ અને મોટા પ્રમાણમાં મૈડેન જૂલિયન ઓસિલેશન નામની એક પ્રણાલીના કારણે , જે ત્રીજા ચરણમાં મુશ્કેલ દબાણ ડાલી રહ્યું છે. ડો. કે એસ હોસલીકરે જણાવ્યું કે એમજેઓ એક પ્રકારના રિજ (પર્વતશ્રેણી) બનાવી રહ્યું છે. સમુદ્રી હવાના તટ સુધી પહોંચવામાં વિધ્ન- તેથી તેમાં મોડું થઇ રહ્યું છે.
First published:

Tags: India Weather Updates, Weather update

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો