દિલ્હી, યૂપી, મુંબઈમાં પડી રહી છે ભીષણ ગરમી, આ રાજ્યોમાં IMDએ જાહેર કર્યું ભારે વરસાદનું એલર્ટ

દિલ્હી, યૂપી, મુંબઈમાં પડી રહી છે ભીષણ ગરમી, આ રાજ્યોમાં IMDએ જાહેર કર્યું ભારે વરસાદનું એલર્ટ

દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, તેલંગાણા અને યૂપીમાં ગરમીનો પારો 45 ડિગ્રી ઉપર પહોંચી ગયો છે

 • Share this:
  નવી દિલ્હી : ગરમીએ આ સમયમાં બધા લોકોના ખરાબ હાલ કર્યા છે. દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, તેલંગાણા અને યૂપીમાં ગરમીનો પારો 45 ડિગ્રી ઉપર પહોંચી ગયો છે. સ્કાઈમેટના મુજબ વર્ષ 2020ની વરસાદ સિઝનની શરુઆત આ અઠવાડિયાના અંત સુધીમાં થઈ જશે. પરંતુ આ દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ તથા પૂર્વ ભારતમાં આગામી 2 દિવસો સુધી લૂ અને ગરમીથી છૂટકારો મળવાની શક્યતા ઓછી છે.

  એવા સમયમાં જ્યારે ઉત્તર ભારતના કેટલાક ભાગમાં હીટવેવની સ્થિતિ વિકરાળ બની ગઈ છે તો ભારતના મોસમ વિભાગે ( આઈએમડી ) મંગળવારે આગામી 5 દિવસોમાં નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના કેટલાક ભાગમાં ભારે વરસાદની ભવિષ્યવાણી કરી છે.

  આ પણ વાંચો - ફડણવીસ પર ભડક્યા શરદ પવાર, કહ્યું - જેમની પાસે કશું કામ નથી, તે સરકારને પાડવાનું વિચારી શકે છે

  મોસમ વિભાગના મતે ગરમ હવાઓનું જોર કેટલાક વિસ્તારમાં 28 મે સુધી બનેલું રહેશે. દિલ્હીથી લઈને પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને ઉત્તરી રાજસ્થાનમાં ગરમ પવનો ચાલું રહેશે. મધ્ય ભારતના રાજ્યોમાં પણ 28 મે સુધી લૂ નો અંદાજ લગાવવામાં આવ્યો છે. 28 મે પછી પશ્ચિમી વિક્ષોભના કારણે ઉત્તર ભારતને થોડી રાહત મળી શકે છે.

  મોસમ વિશે અંદાજ લગાવતી સ્કાઈમેટની વેબસાઈટ મુજબ 26 મે ના રોજ આ 10 જગ્યાઓ દેશની સૌથી વધુ ગરમ જગ્યાઓ રહી છે. ચરુ (રાજસ્થાન) 47.5 ડિગ્રી, અકોલા (મહારાષ્ટ્ર) 47.4 ડિગ્રી, નાગપુર (મહારાષ્ટ્ર)) 47.0 ડિગ્રી, ગંગાનગર (રાજસ્થાન) 46.9 ડિગ્રી, બીકાનેર (રાજસ્થાન) 46.8 ડિગ્રી તાપમાન હતું.
  Published by:Ashish Goyal
  First published: