નવી દિલ્હી : છેલ્લા કેટલાક સપ્તાહથી દેશના અલગ-અલગ ભાગમાં જોવા મળી રહેલી હિટવેવથી હવે લોકોને રાહત મળવાની સંભાવના છે. કારણ કે મોસમ વિભાગે (weather update)આવનાર કેટલાક દિવસો સુધી રાજ્યોમાં વરસાદની (imd alert rainfall)સંભાવના વ્યક્ત કરી છે. આઈએમડીના રિપોર્ટ પ્રમાણે અફઘાનિસ્તાન અને આસપાસના વિસ્તારમાં પશ્ચિમી સાઇક્લોનિક સર્કુલેશન બની રહ્યું છે. જેના કારણે આગામી પાંચ દિવસો દરમિયાન હિમાલયના પશ્ચિમી વિસ્તારમાં એટલે કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવો વરસાદ (rainfall)થઇ શકે છે. જ્યારે કેટલાક વિસ્તારમાં કરા પણ પડી શકે છે.
આ સિવાય ભારતીય મોસમ વિભાગે અંદાજ લગાવ્યો કે આગામી પાંચ દિવસો દરમિયાન ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના વિસ્તારમાં હળવો વરસાદ થઇ શકે છે.
આ સિવાય અસમ, મેઘાયલ, પશ્ચિમ બંગાળ અને સિક્કમમાં ભારે વરસાદ થઇ શકે છે. દક્ષિણ ભારતના કોસ્ટલ એરિયામાં પણ વરસાદની સંભાવના છે. IMDએ જાણકારી આપી હતી કે 21 મે ના રોજ અલગ-અલગ સ્થાન પર ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય આશંકા વ્યક્ત કરી હતી કે 20-22 મે દરમિયાન કેરળના અલગ-વિસ્તારમાં વરસાદની સંભાવના છે. દિલ્હીમાં ગરમીમાંથી રાહત મળશે.
મોસમ વિભાગના રિપોર્ટ પ્રમાણે આવનાર દિવસોમાં દિલ્હીમાં વરસાદની સંભાવના છે. IMD નો અંદાજ છે કે ત્રણ દિવસો સુધી રાજધાનીમાં વરસાદ થઇ શકે છે. 22, 23 અને 24 મે ના રોજ વરસાદ પડી શકે છે. 23 મે ના રોજ વરસાદની સાથે-સાથે વાવાઝોડું પણ આવવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે અંડમાનમાં મોનસૂને દસ્તક આપી દીધી છે અને જૂન મહિનામાં મોટાભાગના રાજ્યોમાં મોનસૂન પહોંચવાનો અંદાજ છે.
અસમમાં ભારે વરસાદના (assam heavy rainfal)કારણે પૂરની (assam flood) સ્થિતિ જોવા મળી રહી છે. લાખો લોકો પૂરથી પ્રભાવિત થયા છે. અસમમાં પૂર સિવાય ભૂસ્ખલનની સ્થિતિ જોવા પણ મળી રહી છે. વરસાદથી રાજ્યના 26 જિલ્લામાં લગભગ ચાર લાખ લોકો પ્રભાવિત થયા છે. ઘણા લોકોને રાહત કેમ્પમાં ખસેડવામાં આવ્યા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર