Home /News /national-international /Weather Alert : વરસાદ અને હિમવર્ષાને લીધે નવા વર્ષે ઠંડી વધશે, આ રાજ્યોમાં કોલ્ડવેવની આગાહી
Weather Alert : વરસાદ અને હિમવર્ષાને લીધે નવા વર્ષે ઠંડી વધશે, આ રાજ્યોમાં કોલ્ડવેવની આગાહી
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરુવારે કોલ્ડવેવનો પ્રકોપ વધી ગયો છે, જે 2022માં ત્રીજી જાન્યુઆરી સુધી રહેવાનું અનુમાન છે. (Image- AP)
Weather Alert: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં આવતાં 3થી 4 દિવસો દરમ્યાન લઘુતમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાશે. તો મધ્ય ભારતમાં પણ તાપમાન ઘટી શકે છે.
Weather Alert: આ વખતે નવા વર્ષના સેલિબ્રેશન (New Year) પર વરસાદ અને હિમવર્ષાનો માર પડી શકે છે. હવામાન વિભાગે કોલ્ડ વેવને લઈને ઉત્તર અને મધ્ય ભારત માટે એલર્ટ (Cold Wave Alert) જારી કર્યું છે. આ દરમ્યાન આવનારા એક સપ્તાહ સુધી તાપમાનમાં ભારે ઘટાડો નોંધાશે. તો દક્ષિણ ભારતમાં પણ વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આવતાં ત્રણ દિવસ સુધી તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારોમાં વધારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં આવતાં 3થી 4 દિવસો દરમ્યાન લઘુતમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાશે. તો મધ્ય ભારતમાં પણ તાપમાન ઘટી શકે છે. બીજી બાજુ ઉત્તર પ્રદેશના કેટલાય વિસ્તાઓમાં પણ ધુમ્મસ વધી શકે છે. નવા વર્ષમાં 3 જાન્યુઆરી સુધી દિલ્હી, હરિયાણા અને પંજાબમાં ઠંડી વધવાની ચેતવણી આપવામાં આવી છે.
દિલ્હીમાં શીતલહેર
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરુવારે કોલ્ડવેવનો પ્રકોપ વધી ગયો છે, જે 2022માં ત્રીજી જાન્યુઆરી સુધી રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગ મુજબ, સફદરગંજ વેધશાળામાં લઘુતમ તાપમાન સામાન્યથી ચાર ડિગ્રી ઓછું 3.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. બુધવારે ન્યૂનતમ તાપમાન 8.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મહતમ તાપમાન સામાન્યથી એક ડિગ્રી ઓછું 19.5 ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યું હતું.
મધ્ય પ્રદેશમાં નવા વર્ષ પહેલા સખત ઠંડી પડવાની આગાહી છે. હવામાન વિભાગે રાજ્યમાં કોલ્ડવેવને લીધે યેલો એલર્ટ જારી કર્યું છે. IMD દ્વારા જારી કરવામાં આવેલા એલર્ટમાં ગાઢ ધુમ્મસ રહેવાની અને ઝાકળ પડવાની શક્યતા છે. શુક્રવાર સવારથી શરૂ થતા આગામી બે દિવસમાં ગ્વાલિયર, રાયસેન, સિવની અને સાગર સહિત આઠ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ કોલ્ડવેવની શક્યતા છે. 23 જિલ્લાના અલગ-અલગ સ્થળોએ તીવ્ર ઠંડી પડવાનું વધુ એક યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
દક્ષિણ ભારતના તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં વરસાદ સતત ચાલુ છે. છેલ્લા 24 કલાક દરમિયાન તમિલનાડુમાં 20 સેમીથી વધુ વરસાદ રેકોર્ડ થયો છે, જે ભારેથી અતિ ભારે વરસાદનો સંકેત આપે છે. IMDએ જણાવ્યું કે આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તરી તટીય તમિલનાડુ અને દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે અને ત્યારબાદ ઘટવાની શક્યતા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર