આબુઃ ગુજરાતમાં (Gujarat weather) ઉત્તર-પૂર્વીય પવનોના કારણે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યભરમાં કડકડતી ઠંડી વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે આગામી 3 દિવસ સુધી ભારે ઠંડી પડી શકે છે. ત્યારે આજે અચાનક વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠંડો પવન અને શીત લહેર પ્રસરતા નાગરિકો ધ્રૂજી ઊઠયા છે. એવામાં બનાસકાંઠાને (Banaskantha) અડીને આવેલા રાજસ્થાન (Rajasthan)ના હિલ સ્ટેશન માઉન્ટ આબુ (Mount Abu)માં તો તાપમાન ગગડીને -4 ડીગ્રી (-4 degree temperature)એ પહોંચી ગયુ છે.
જેના કારણે અહિં આવેલા સહેલાણીઓ ઠરીને ઠીકરૂં બની ગયા હતા. માઉન્ટ આબુમાં તાપમાનમાં અચાનક તાપમાનમાં થયેલા ફેરફારના કારણે અહિં પાણીના કુંડમાં બરફના થર જામી ગયા હત. સાથે જ બગીચાઓમાં બરફની ચાદર છવાઇ ગઇ હતી. ત્યાં જ ગાડીઓના કાચ ઉપર બરફન થર જામી ગયા હતા. જેના કારણે લોકો મુશ્કેલીમાં મૂકાયા હત.
આમ વધુ એક વખત ગુજરાતી પ્રવાસીઓના પસંદગીના હિલ સટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડી માઇનસ ડીગ્રીએ પહોંચ્યો છે. છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણને લઇ લઘુતમ તાપમાન વધ્યું હતું.
જણાવી દઇએ કે, શનિવાર અને રવિવાર માટે ગુજરાતી પ્રવાસીઓ માઉન્ટ આબુમાં ધામા નાંખે છે પરંતુ ગઈકાલે રવિવારની સાંજથી તાપમાન વધુ ઘટવા લાગ્યું હતું અને આજે સોમવારે વહેલી સવારે માઉન્ટ આબુના અનેક વિસ્તારમાં-ગાર્ડનમાં બરફ છવાયેલો જોવા મળ્યો હતો. જેના કારણે પ્રવાસીઓ હોટલમાં જ પૂરાયેલા રહયા હતા.
અહિં તાપમાનમાં ઘટાડો થતા પાણીના કુંડા અને ગાડી ઉપર બરફ પાથરાયેલો જોવા મળ્યો હતો. ઠંડીના કારણે માઉન્ટ આબુમાં જનજીવન પર અસર પડી છે. જોકે ઠુંઠવાઇ જાય તેવી ઠંડી વચ્ચે પણ માઉન્ટ આબુમાં સહેલાણીઓ ઊમટી પડ્યા હતા.
તમને જણાવી દઇએ કે, હવામાન વિભાગની આગાહી અનુસાર, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જુનાગઢ અને કચ્છ જિલ્લામાં બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉતરભારતમાં હિંમવર્ષાને પગલે માઉન્ટઆબુમાં હજી આગામી 2-3 દિવસ સુધી ઠંડી વધવાની સંભાવના છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર