Home /News /national-international /Weather Update: દિલ્હી સહિત ઉત્તર ભારતમાં શીતલહેરથી રાહત, બરફવર્ષા અને વરસાદનું ભારે એલર્ટ
Weather Update: દિલ્હી સહિત ઉત્તર ભારતમાં શીતલહેરથી રાહત, બરફવર્ષા અને વરસાદનું ભારે એલર્ટ
weather forecast today
ઉત્તર ભારતમાં ચાલી રહેલ ઠંડી અને ભીષણ ધુમ્મસના મારની વચ્ચે હવામાન વિભાગે વરસાદ, બરફવર્ષા અને ઓલાનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમી ભારતમાં આગામી અઠવાડીયે હળવાથી મધ્યમ વરસાદ અને 50 કિમી પ્રતિ કલાકની સ્પિડથી હવાઓની સાથે ઓલાવૃષ્ટિ થવાનું અનુમાન છે.
નવી દિલ્હી: દિલ્હી સહિત સમગ્ર દેશમાં કડકડતી ઠંડી પડી રહી છે. પહાડો પર થઈ રહેલ બરફવર્ષના કારણે મેદાની વિસ્તારોમાં પારો નીચે આવ્યો છે અને સતત ઠંડી વધી રહી છે. દિલ્હીથી લઈને યૂપી-બિહાર અને પંજાબ-હરિયાણા સુધી કડકડતી ઠંડીની ચપેટમાંછ ે. જમ્મુ કાશ્મીરમાં ઠંડીની સ્થિતી એવી છે કે, પહલગામમાં બુધવારે ન્યૂનત્તમ તાપમાન શૂન્યથી 11.7 ડિગ્રી સેલ્સિયસ નીચે ચાલ્યું ગયું છે. તો વળી દિલ્હીમાં સતત આઠ દિવસથી શીતલહેરનો પ્રકોપ ચાલી રહ્યો છે અને બુધવારે ન્યૂનત્તમ તાપમાન 2.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. મૌસમ વિભાગનું માનીએ તો, 21 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરીની વચ્ચે દેશનું હવામાન બદલાયેલું જોવા મળશે અને વરસાદ, બરફવર્ષા અને તેજ હવાનો ટ્રિપલ અટેક આવશે.
ઉત્તર ભારતમાં ચાલી રહેલ ઠંડી અને ભીષણ ધુમ્મસના મારની વચ્ચે હવામાન વિભાગે વરસાદ, બરફવર્ષા અને ઓલાનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમી ભારતમાં આગામી અઠવાડીયે હળવાથી મધ્યમ વરસાદ અને 50 કિમી પ્રતિ કલાકની સ્પિડથી હવાઓની સાથે ઓલાવૃષ્ટિ થવાનું અનુમાન છે. આઈએમડીએ કહ્યું કે, એક એક્ટિવ પશ્ચિમ વિક્ષોભ 21 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ઉત્તર પશ્ચિમી ભારતને પ્રભાવિત કરી શકે છે. તેની સાથે જ ફરી એક વાર ઉત્તરભારતમાં ઠંડી વધી જશે. હરિયાણા અને રાજસ્થાનના અમુક ભાગોમાં શીતલહેરને લઈને ગંભીર સ્થિતી થવાની આશા છે. દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના અમુક ભાગોમાં શીત લહેર ચાલી શકે છે.
વરસાદ અને હિમપાતનું એલર્ટ
મૌસમ વિભાગના પૂર્વાનુમાનમાં જણાવ્યું છે કે, ઉત્તર પશ્ચિમ ભારતમાં શીતલહેરની સ્થિતી આજે એટલે કે, 9 જાન્યુઆરીથી સમાપ્ત થવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 19 જાન્યુઆરીથી હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર તથા ઉત્તરાખંડના અમુક વિસ્તારોમાં બરફવર્ષા અને વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત એક્ટિવ પશ્ચિમી વિક્ષોભના કારણે દિલ્હીથી લઈને ઉત્તર ભારતમાં 21 જાન્યુઆરીથી 25 જાન્યુઆરીની વચ્ચે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તેના પ્રભાવથી પશ્ચિમી હિમાલયી વિસ્તારમાં 21 જાન્યુઆરીથી શરુઆતી કલાકોમાં વરસાદ અથવા હિમપાત શરુ થવા અને 23-24 જાન્યુઆરીને રોજ જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને ઉત્તરી રાજસ્થાનમાં અલગ અલગ જગ્યા પર હળવાથી મધ્યમ ઓલાવૃષ્ટિ થવાની સંભાવના છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર