Home /News /national-international /Weather Today: માગશરની કડકડતી ઠંડી, ઉત્તર ભારતમાં બરફવર્ષાની અસર દેખાઈ, હવે ઠંડી જોર પકડશે

Weather Today: માગશરની કડકડતી ઠંડી, ઉત્તર ભારતમાં બરફવર્ષાની અસર દેખાઈ, હવે ઠંડી જોર પકડશે

14th december weather

પહાડો પર થઈ રહેલી બરફવર્ષાની અસર હવે મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. દિલ્હી-એનસીઆરથી લઈને ઝારખંડ, પંજાબ અને હરિયાણામાં પણ કડકડતી ઠંડી જોવા મળી રહી છે.

નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ડિસેમ્બર મહિનાએ હવે પોતાના અસલી તેવર બતાવાના શરુ કરી દીધા છે. યૂપી-બિહારમાં ઠંડી વધી ગઈ છે અને ગાઢ ધુમ્મસ છવાઈ ગયો છે. પહાડો પર થઈ રહેલી બરફવર્ષાની અસર હવે મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. દિલ્હી-એનસીઆરથી લઈને ઝારખંડ, પંજાબ અને હરિયાણામાં પણ કડકડતી ઠંડી જોવા મળી રહી છે. આ વિસ્તારોમાં દિવસમાં ત઼ડકાના કારણે ઠંડી ઓછી હોય છે, પણ સવાર અને સાંજના સમયે કડકડતી ઠંડી સતાવી રહી છે. એક બાજૂ ઉત્તર ભારતમાં ઠંડી વધી રહી છે, તો વળી બીજી બાજૂ દક્ષિણના રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં થઈ રહેલા બરષવર્ષાના કારણે ઠંડી વધી રહી છે અને તેની અસર રાજધાની દિલ્હીમાં પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: હવામાન વિભાગ: દેશના 11 રાજ્યોમાં વરસાદ ખાબકવાની તૈયારી, ઉત્તર ભારતમાં 15 ડિસેમ્બર સુધી હાડ થિજવતી ઠંડી રહેશે

IMD એટલે કે, ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પૂર્વ અને આજૂબાજૂના પૂર્વ મધ્ય અરબ સાગર પર એક લો પ્રેશરનું ક્ષેત્ર બનવાની સંભાવના છે. આજે તમિલનાડૂ, દક્ષિણ આંતરિક કર્ણાટક, દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશ, કેરલ, માહે, રાયલસીમામાં મોટા ભાગની જગ્યા પર હળવાથી મધ્યમ વરસાદ અને અલગ અલગ જગ્યા પર ભારે વરસાદ થવાની સંભાવના છે. જો કે, તે બાદ વરસાદની સ્થિતિમાં ઘટાડો થઈ શકે છે.

હવે પડશે કડકડતી ઠંડી


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિહાર ઉત્તર પ્રદેશમાં આજે સવારે ધુમ્મસ છવાયેલો રહ્યો હતો અને દિવસમાં પણ કેટલીય જગ્યા પર આકાશી વાદળ છવાયેલા રહ્યા હતા. રાજસ્થાનથી લઈને યૂપી-બિહાર સુધી ઠંડી હવાઓના કારણે ઠંડીનું મોજૂ ફરી વળ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, આગામી થોડા દિવસોમાં હવામાન પોતાનો મિજાજ બદલશે. અમુક વિસ્તારોમા ઠંડી હવાઓના કારણે ઠંડી વધશે. રાજસ્થાનના ચુરુ સહિત કેટલાય વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે.

આજે ક્યાં ક્યાં થશે વરસાદ


હવામાન સંબંધિત જાણકારી આપતી વેબસાઈટ સ્કાઈમેટ વેદરના જણાવ્યા અનુસાર, આજે તમિલનાડૂ, લક્ષદ્વિપ, કર્ણાટકના અમુક વિસ્તાર અને અંડમાન તથા નિકોબારના દક્ષિણી દ્વિપમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ક્યાંક ક્યાંક વરસાદ થઈ શકે છે. એટલું જ નહીં કેરલ, મધ્ય પ્રદેશ, દક્ષિણ મધ્ય પ્રદેશ, વિદર્ભ, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર અને દક્ષિણ કોંકણ અને ગોવામાં હળવો વરસાદની સાથે મધ્યમ વરસાદ થઈ શકે છે. ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં દિવસ અને રાતના તાપમાનમાં ઘટાડો આવી શકે છે.
First published:

Tags: Cloudy weather, India Weather Updates

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો