નવી દિલ્હી : ડિસેમ્બરનો મહિનો ચાલી રહ્યો છે પણ ગત વર્ષના મુકાબલે આ વખતે શિયાળાની અસર જોવા મળી રહી નથી. જોકે મોસમ વિભાગનું (India Meteorological Department)કહેવું છે કે લાંબા સમયથી શુષ્ક ચાલી રહેલા દિલ્હીના મોસમમાં ફેરફાર થઈ શકે છે. હિમાલયના ક્ષેત્રથી તાજા પશ્ચિમી વેસ્ટર્ન ડિસ્ટર્બ પસાર થવાના કારણે નવી દિલ્હી (Delhi Rain) અને તેના પડોશી શહેરોમાં આગામી બે દિવસોમાં હળવો વરસાદ પડી શકે છે.
મોસમ વિભાગના મતે આગામી 24 કલાકમાં પશ્ચિમી વેસ્ટર્ન ડિસ્ટર્બના કારણે જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા થવાનો અંદાજ છે. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે. હાલ રાતના તાપમાનમાં ઘટાડો યથાવત્ રહેશે. કોહરાથી હાલ છૂટકારો મળશે નહીં.
આ પણ વાંચો - Kisaan Andolan: ખેડૂતોને પ્રસ્તાવ માનવા સરકારની અપીલ, કૃષિ મંત્રીએ કહ્યું- ખુલ્લા મનથી ચર્ચા માટે તૈયાર
જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબના કેટલાક ભાગોમાં 11 ડિસેમ્બરે વિજળીના કડાકા સાથે કરા પડવાની સંભાવના છે. 11 અને 12 ડિસેમ્બરે દિલ્હી, ચંદીગઢ અને હરિયાણામાં વિજળીના કડાકા સાથે કરા પડવાની સંભાવના છે. આ રાજ્યોમાં 11 ડિસેમ્બરે ધુમ્મસ રહેવાની સંભાવના છે.
આગામી બે દિવસોમાં હળવા વરસાદ અને હવાની ગતિ તેજ રહેવાના અંદાજના કારણે દિલ્હીના પ્રદુષણમાં સુધારાની સંભાવના છે. બુધવારે 24 કલાક એવરેજ એક્યૂઆઈ 358 રહ્યો હતો.
Published by:Ashish Goyal
First published:December 10, 2020, 23:48 pm