Home /News /national-international /Weather Update: આગામી 2-3 દિવસોમાં ઘણા રાજ્યોમાં વધશે ઠંડી, ધુમ્મસ અને વરસાદની સંભાવના, જુઓ ક્યાં છે આગાહી

Weather Update: આગામી 2-3 દિવસોમાં ઘણા રાજ્યોમાં વધશે ઠંડી, ધુમ્મસ અને વરસાદની સંભાવના, જુઓ ક્યાં છે આગાહી

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કેટલાક વિસ્તારમાં આગામી બે દિવસોમાં સખત ઠંડી પડી શકે છે (પ્રતિકાત્મક તસવીર)

Weather Forecast - ભારતીય મોસમ વિભાગે (India Meteorological Department)આ સંભાવના વ્યક્ત કરી છે

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કેટલાક વિસ્તારમાં આગામી બે દિવસોમાં સખત ઠંડી પડી શકે છે. પંજાબ અને બિહારમાં પણ આગામી 24 કલાકમાં ઠંડીમાં વધારો થશે. ભારતીય મોસમ વિભાગે (India Meteorological Department)આ સંભાવના વ્યક્ત કરી છે. મોસમ વિભાગે (Weather Update)કહ્યું કે આગામી 3 દિવસો દરમિયાન ઉત્તર પ્રદેશમાં અને આગામી 2 દિવસોમાં દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢના અલગ-અલગ વિસ્તારમાં સખત ઠંડી અને ધુમ્મસ રહેવાની સંભાવના છે.

IMD એ ટ્વિટ કરીને જણાવ્યું કે યૂપીના અલગ-અલગ વિસ્તારમાં આગામી 2 દિવસોમાં ઠંડી વધી જશે. જ્યારે પંજાબ અને બિહારમાં આગામી 24 કલાકની અંદર ઠંડી વધશે. આ પછી તેમાં ઘટાડો થશે. ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં આગામી 3 દિવસો સુધી સવાર અને રાત દરમિયાન ધુમ્મસ રહેવાની સંભાવના છે. આગામી 2 દિવસો સુધી આ સ્થિતિ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, બિહાર, પશ્ચિમ બંગાળ, અસમ, ત્રિપુરામાં જોવા મળશે.

આ પણ વાંચો - Punjab Assembly Election: પંજાબમાં કોંગ્રેસના CM ઉમેદવાર તરીકે ચરણજીત સિંહ ચન્નીની પસંદગી, રાહુલ ગાંધીએ જાહેરાત કરી

ઓડિસામાં પણ 8 અને 9 ફેબ્રુઆરીએ ધુમ્મસ અને ઠંડી પડવાની આશા છે. આઈએમડીએ 9 ફેબ્રુઆરીએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે. પૂર્વી ઉત્તર પ્રદેશ અને ઉત્તરી રાજસ્થાનમાં અલગ-અલગ ભાગમાં વરસાદ થવાનું અનુમાન છે.

આ પણ વાંચો - PM Modi Virtual Rally: પીએમ મોદીનો અખિલેશ પર પ્રહાર, કહ્યું- ચૂંટણી જોઈને ઓઢી લીધો કૃષ્ણ ભક્તિનો ચોલો

આ વર્ષે ગુજરાતમાં કાતિલ ઠંડી પડી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ સિવિયર કોલ્ડવેવને કારણે અમદાવાદમાં જાન્યુઆરી મહિનામાં 10 વર્ષ બાદ રેકોર્ડ બ્રેક 6.7 ડિગ્રી સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાયુ હતુ. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોલ્ડવેવનું મોજુ ફરી વળતાં મોટાભાગના શહેરો કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયાં હતા. 24 જાન્યુઆરીનો દિવસ વર્ષનો સૌથી ઠંડો દિવસ નોધાયો હતો.
First published:

Tags: India Weather, Weather forecast