નવી દિલ્હી : આગામી કેટલાક દિવસોમાં કાળઝાળ ગરમીમાંથી (Hitwave)રાહતની આશા છે. ભારતીય મોસમ વિભાગે (Indian Meteorological Department)આ જાણકારી આપી છે. IMD ના વરિષ્ઠ વૈજ્ઞાનિક જેનામણીએ જણાવ્યું કે દિલ્હી, પંજાબ, હરિયાણા અને યૂપી સહિત ભારતના મોટા ભાગમાં બે-ત્રણ સપ્તાહમાં ચાલી રહેલા હિટવેવનો રાઉન્ડ સમાપ્ત થઇ ગયો છે. આગામી 6-7 દિવસો સુધી તાપમાનમાં વધારો થશે નહીં. ઉત્તર પશ્ચિમ ભારતમાં યલ્લો એલર્ટ (Yellow alert)છે. ગાજવીજ સાથે વરસાદના (Rain)છાંટા પડી શકે છે. દિલ્હીમાં 3 મે ના રોજ વરસાદની આગાહી છે.
આગામી ત્રણ દિવસો સુધી ઉત્તર પશ્ચિમ અને પૂર્વી ભારતના તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવી શકે છે. આ પહેલા ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે રવિવારે કહ્યું હતું કે મધ્ય ભારતના તાપમાનમાં વધારે ફેરફાર થશે નહીં. દિલ્હી-એનસીઆરમાં આગામી 6 દિવસો સુધી તાપમાનમાં વધારો ના થાય તેવું પૂર્વાનુમાન છે. મોસમ વિભાગના મતે દિલ્હીના અધિકતમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે.
Heatwave is over in most parts of India including Delhi, Punjab, Haryana and UP. Western disturbance is quite active. Temp will not rise for next 6-7 days. Northwest India has yellow alert for thunderstorms. Delhi to receive rainfall on May 3rd: RK Jenamani, Senior Scientist, IMD pic.twitter.com/i9M6wtTuuk
જ્યારે પ્રાઇવેટ વેધર એજન્સી સ્કાઇમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પલાવતે કહ્યું કે દિલ્હી અને તેના નજીકના વિસ્તારોમાં આગામી 3-4 દિવસોમાં ગાજવીજ કે હળવા પ્રી-મોનસૂન વરસાદની સંભાવના છે. એક-બે દિવસોમાં ધૂળ ભરી આંધીની પણ આગાહી છે. મંગળવારે આકાશમાં વાદળો છવાયેલા રહેશે. આ દરમિયાન હવાની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહી શકે છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં તાપમાન આગામી કેટલાક દિવસો સુધી 40 ડિગ્રી સેલ્સિયસની નીચે બન્યો રહેવાની સંભાવના છે.
મૌસમ વિભાગના પૂર્વાનુમાનના મતે મે નો પ્રથમ સપ્તાહ રાહત ભર્યો રહેશે. લખનઉના અમૌસી સ્થિત આંચલિક મૌસમ વિજ્ઞાન કેન્દ્રના નિર્દેશક જેપી ગુપ્તાએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાનું મોસમ બદલાયું છે. શહેરમાં મંગળવાર અને બુધવારે વાદળો રહેશે. આગામી 4 દિવસ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં તેજ હવા ચાલશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર