Home /News /national-international /

દેશનાં આ રાજ્યોમાં ફરીથી ગરમીનો પ્રકોપ જોવા મળશે, 3થી 5 ડિગ્રી વધશે તાપમાન

દેશનાં આ રાજ્યોમાં ફરીથી ગરમીનો પ્રકોપ જોવા મળશે, 3થી 5 ડિગ્રી વધશે તાપમાન

આગામી દિવસોમાં 3થી 5 ડિગ્રી તાપમાન વધશે

Weather Alert: IMDનાં પૂર્વાનુમાન મુજબ આગામી પાંદ દિવસમાં ઉત્તર પશ્ચિમમાં ભારતનાં મોટાભાગનાં સ્થાનો પર વધુ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારો થઇ શકે છે.

    નવી દિલ્હી: દેશભરમાં ગત 3-4 દિવસો દરમિયાન પ્રી મોનસૂન ગતિવિધિઓ જોવા મળી. વરસાદ અને ધૂળ ભરેલી હવા ચાલવાને કારણે તાપમાનમાં ઘટાડો આવ્યો. પણ ફરી એક વખત ભારે ગરમીનાં દિવસો સામે આવી રહ્યાં છે. હવામાન ખાતાએ ફરી એલર્ટ જાહેર કર્યું છે. આગામી 5 દિવસમાં ઉત્તર ભારતનાં કેટલાંક વિસ્તારમાં તાપમાન 3થી 5 ડિબ્રી સેલ્સિયસ વધે તેવી શક્યતાઓ છે. હાલમાં પશ્ચિમ અને મધ્ય ભારતમાં તાપમાન વધુ રહેશે અહીં લોકોએ ભારે ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે

    દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન તાપમાનમાં 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ આ વિસ્તારોમાં ફરી એકવાર ગરમીનું મોજુ પ્રવર્તશે. ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગરમીથી રાહત મળવાની આશા નથી. અહીં 26 એપ્રિલ સુધી ગરમી રહેશે. મધ્યપ્રદેશ અને દક્ષિણ, પૂર્વ ઉત્તર પ્રદેશમાં પણ ફરીથી ગરમીના મોજાને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો-Jahangirpuri Violence Case: જહાંગીરપુરીમાં હિન્દુ-મુસ્લિમો ભેટ્યા, રવિવારે યોજાશે ત્રિરંગા યાત્રા

    દિલ્હીમાં પારો 44 ડિગ્રીને પાર પહોચ્યો- દેશની રાજધાનીમાં ફરી એક વખત આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે હવામાન વિભાગ (IMD) એ આગામી સપ્તાહે અહીં પારો 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આગાહી કરી છે. શુક્રવારે દિલ્હીમાં અંશતઃ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું જેના કારણે મોટાભાગના સ્થળોએ પારો 40 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. IMD એ આગાહી કરી છે કે આગામી પાંચ દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના સ્થળો પર મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. આવતા ગુરુવારે દિલ્હીમાં પારો 44 ડિગ્રીને સ્પર્શી શકે છે.

    આ રાજ્યોમાં થઇ શકે છે વરસાદ- સ્કાયમેટ વેધર અનુસાર, આગામી 24 કલાક દરમિયાન ઉત્તરપૂર્વ ભારત, સિક્કિમ અને કેરળમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. પશ્ચિમ હિમાલય, ઓડિશાના ભાગો, દક્ષિણ છત્તીસગઢ અને કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

    બીજી તરફ, તેલંગાણા, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપના અલગ ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે. ઉત્તર પૂર્વ બિહારના ઘણા વિસ્તારોમાં વાદળછાયું આકાશ રહેશે અને અહીં વરસાદની સંભાવના છે. (ભાષા ઇનપુટ સાથે)
    Published by:Margi Pandya
    First published:

    Tags: Heat wave, IMD, Rain in South India, Weather Alert

    આગામી સમાચાર