Home /News /national-international /હવામાન: ઉત્તર અને મધ્ય ભારતમાં હાડ થીજવતી ઠંડી, લેહ લદ્દાખમાં નદી નાળા બરફથી જામ થયાં

હવામાન: ઉત્તર અને મધ્ય ભારતમાં હાડ થીજવતી ઠંડી, લેહ લદ્દાખમાં નદી નાળા બરફથી જામ થયાં

latest weathers updates

ગંગાના મેદાની વિસ્તારમાં ઠંડી અને ગાઢ ધુમ્મસના કારણે રસ્તા, રેલ અને હવાઈ મુસાફરી પ્રભાવિત થઈ રહી છે. હરિયાણા, પંજાબ, દિલ્હી, યૂપી, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન વગેરે રાજ્યોમાં રાત અને સવારના સમયે ગાઢ ધુમ્મસ અને પ્રચંડ ઠંડી પડી રહી છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: ગંગાના મેદાની વિસ્તારમાં ઠંડી અને ગાઢ ધુમ્મસના કારણે રસ્તા, રેલ અને હવાઈ મુસાફરી પ્રભાવિત થઈ રહી છે. હરિયાણા, પંજાબ, દિલ્હી, યૂપી, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન વગેરે રાજ્યોમાં રાત અને સવારના સમયે ગાઢ ધુમ્મસ અને પ્રચંડ ઠંડી પડી રહી છે. તેના કારણે ખેડૂતોના પાક પણ પ્રભાવિત થયા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને તેનાથી અડીને આવેલા દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર બનેલા લો પ્રેશરના વિસ્તાર, નાના ગાળા માટે એક પ્રેશરમાં બદલાઈ શકે છે અને પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ તરફ શ્રીલંકામાં કોમોરિન વિસ્તાર તરફ આગળ વધી શકે છે.

આ પણ વાંચો: Gujarat Weather update: ગુજરતામાં આ અઠવાડિયામાં જામશે ઠંડી? જાણો શું કહે છે હવામાન નિષ્ણાત

પશ્ચિમી વિક્ષોભના મધ્ય અને ઉપરી ક્ષોભમંડલીય પછુઆ પવનોમાંથી એક દ્રોણિકા તરીકે જોવાય છે, જેની અક્ષ સરેરાશ સમુદ્રતળથી 5.8 કિમી ઉપર છે. આ મોટી રીતે 30 ડિગ્રી ઉત્તર અક્ષાંશના ઉત્તરમાં 72 ડિગ્રી પૂર્વ દેશાંતરની સાથે ચાલી રહ્યું છે. આગામી 24 કલાકમાં તમિલનાડૂ અને તટીય વિસ્તારમાં એક અથવા બે મધ્યમ વરસાદ થઈ શકે છે. બાકીના દેશમાં હવામાન શુષ્ક રહેશે. 26 ડિસેમ્બરથી પશ્ચિમી હિમાચલમાં હળવો વરસાદ અને હિમપાત શરુ થઈ શકે છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં ધુમ્મસની તીવ્રતા ઓછી રહેશે. પંજાબ અને હરિયાણ તથા રાજસ્થાનના અમુક ભાગમાં ગાઢ ધુ્મ્મસ ચાલુ રહેશે. અમુક ભાગમાં કોલ્ડ ડેની સ્થિતિ રહેવાની આશા છે.

છેલ્લા 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા, ઉત્તરી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના તલહટીમાં ભારત-ગંગાના મેદાની વિસ્તારમાં ગાઢ ધુમ્મસ જોવા મળશે. પંજાબના કેટલાય ભાગમાં, ઉત્તરી રાજસ્થાન અને હરિયાણાના અમુક ભાગમાં કોલ્ડ ડેની સ્થિતિ જોવા મળી શકે છે. હવામાન વિભાગે આગામી 4 દિવસમાં રાજસ્થાનના પાંચ જિલ્લામાં શીતલહેરનું એલર્ટ જાહેર કર્યું છે. જેમાં સીકર, ચુરુ, ઝુંઝનૂ, હનુમાનગઢ, શ્રીગંગાનગર સામેલ છે. ઉત્તર ભારતના કેટલાય રાજ્યોમાં ઠંડી વધશે. તો વળી હિમાલયી રાજ્યોમાં હાડ થિજવતી ઠંડી પડશે.


21 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધી જમ્મુ કાશ્મીર, લેહ અને લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં કડકડતી ઠંડી પડશે. લદ્દાખમાં ઝરણા અને નદીઓ જામ થઈ ગયા છે. કાશ્મીરમાં પણ બરફ વધવા લાગ્યો છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઉંચાઈવાળા વિસ્તારોમાં પણ આવા જ હાલ છે.
First published:

Tags: Cloudy weather, India Weather Updates

विज्ञापन