Home /News /national-international /Today Weather Update: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો ચમકારો, ગુજરાત પણ વધ્યું ઠંડીનું જોર

Today Weather Update: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો ચમકારો, ગુજરાત પણ વધ્યું ઠંડીનું જોર

ઉત્તર ભારતના રાજ્યોમાં કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને ઘણી જગ્યા પર કોલ્ડ વેવની અસર રહેવાની આગાહી કરાઈ છે.

Weather Updates: ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. ઘણાં રાજ્યોમાં કોલ્ડ વેવની સાથે ભારે ધૂમ્મસ પણ સવાર અને સાંજના સમયે છવાયેલું રહે છે. ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.

    દેશના ઉત્તર ભાગથી ગુજરાત સહિતના રાજ્યોમાં અને અલગ-અલગ ભાગોમાં કાતિલ ઠંડીની શરુઆત થઈ ગઈ છે. યુપી સહિતના ઘણાં ભાગોમાં ઠડીની સાથે ધૂમ્મસ પણ છવાઈ જાય છે અને તેની સામાન્ય જનજીવન પર અસર પડી રહી છે. જેમાં ટ્રેનની સાથે માર્ગ વ્યવહાર પર પણ અસર પડી રહી છે. બીજી તરફ હવામાન વિભાગને હમણાં કાતિલ ઠંડીથી રાહત મળવાના કોઈ અણસાર દેખાતા નથી. ઘણાં રાજ્યોમાં શીતલહેર છવાયેલી છે. ઉત્તર ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે ધૂમ્મસ છવાયેલું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

    હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જે પ્રમાણે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ અને બિહારમાં આગામી 5 દિવસ સુધી ભારે ધૂમ્મસ છવાયેલું રહેશે. ખાસ કરીને સવારે, સાંજે અને રાતના સમયે ઝાકળનું પ્રમાણ પણ વધુ રહેવાની સંભાવના છે. પર્વતીય રાજ્યો જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આવનારા ત્રણ દિવસ દરમિયાન ધૂમ્મસ છવાયેલું રહેશે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મણિપુર અને મિઝોરમના લોકોએ પણ આગામી 2 દિવસ સુધી ધૂમ્મસનો સામનો કરવો પડશે. આ તરફ ઓડિશા અને છત્તીસગઢમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાશે.



    આ રાજ્યમાં પણ કોલ્ડ વેવનું એલર્ટ
    રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને દિલ્હીમાં કોલ્ડ વેવ અંગે એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે 4થી 6 જાન્યુઆરી 2023 સુધી આ વિસ્તારોમાં સખત ઠંડી પડશે. એવામાં લોકોએ વધુ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તરપ્રદેશ અને હિમાચલપ્રદેશમાં 2થી 3 દિવસ સુધી કોલ્ડવેવની અસર રહેશે.

    ઘણાં પ્રદેશોમાં વરસાદી માહોલ પણ રહેશે
    હવામાન વિભાગ કેટલાક રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બુધવારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. આંદામાન નિકોબાર, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 4 જાન્યુઆરી 2023એ કેટલીક જગ્યાઓ પર વરસાદ થવાની સંભાવના છે. જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ અને પૂર્વ મધ્ય પ્રદેશ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને પુડુચેરી પણ વરસાદ થવાની સંભાવના છે. કેરળ અને લક્ષ્યદ્વીપમાં પણ વરસાદ થવાની સંભાવના છે.

    આ પણ વાંચોઃ મોદી સરકારે અગ્નિવીરોને લઈને કરી મોટી જાહેરાત

    ગુજરાતમાં પણ જામ્યો છે ઠંડીનો માહોલ
    ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યમાં 9 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી જ્યારે ગાંધીનગરનું 12 ડિગ્રી રહ્યું છે. આ સિવાય ડીસામાં 10, ભુજમાં 11, કંડલા (એરપોર્ટ) 11, મહુવામાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
    Published by:Tejas Jingar
    First published:

    Tags: Cold Wave, Cold weather, IMD, Imd forecast, Weather forecast

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन