મોસમ વિભાગના જણાવ્યા મુજબ આગામી સપ્તાહમાં દેશન ઘણા રાજ્યોમાં વરસાદની શક્યતા છે.
દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પછી હવે ચોમાસુ વિદાઈ લઈ રહ્યું છે. ચોમાસું ગયા પછી હવે લોકોને ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. મોસમ વિભાગનું કહેવું છે કે દક્ષિણ-પશ્ચિમી મોનસૂનના પરત ફરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મોનસૂન પરત ફરી રહ્યું છે. આઈએમડીના જણાવ્યા મુજબ, ઝારખંડમાં આગામી 3 દિવસમાં વરસાદ રહી જાય તેવી શક્યતા નહિવત છે. ઉત્તરપ્રદેશની સીમાની નજીક આવેલા ગઢવા, પલામૂ, હજારીબાગ, ચતરા, લાતેહાર અને કોડરમાથી મોનસૂન પરત ફરવાની શરૂઆત થઈ ગઈ છે. જ્યારે અન્ય વિસ્તારોમાં તે આગામી 3 દિવસોમાં પરત ફરવાની શક્યતા છે. આગામી સપ્તાહમાં ગુજરાત, ઝારખંડ, ઓરિસ્સા સહિતના 15 રાજ્યોમાં વરસાદની શક્યતા છે.
નવી દિલ્હીઃ દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પછી હવે ચોમાસુ વિદાઈ લઈ રહ્યું છે. ચોમાસું ગયા પછી હવે લોકોને ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. મોસમ વિભાગનું કહેવું છે કે દક્ષિણ-પશ્ચિમી મોનસૂનના પરત ફરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મોનસૂન પરત ફરી રહ્યું છે. આઈએમડીના જણાવ્યા મુજબ, ઝારખંડમાં આગામી 3 દિવસમાં વરસાદ રહી જાય તેવી શક્યતા નહિવત છે. ઉત્તરપ્રદેશની સીમાની નજીક આવેલા ગઢવા, પલામૂ, હજારીબાગ, ચતરા, લાતેહાર અને કોડરમાથી મોનસૂન પરત ફરવાની શરૂઆત થઈ ગઈ છે. જ્યારે અન્ય વિસ્તારોમાં તે આગામી 3 દિવસોમાં પરત ફરવાની શક્યતા છે. આગામી સપ્તાહમાં ગુજરાત, ઝારખંડ, ઓરિસ્સા સહિતના 15 રાજ્યોમાં વરસાદની શક્યતા છે.
મોસમ વિભાગમાંથી મળતી માહિતી મુજબ, બંગાળની ખાડીની ઉપર એક નવું દબાણનું કેન્દ્ર બની રહ્યું છે. બીજી તરફ અરબ સાગરમાં પણ કર્ણાટક અને કોંકણ તટની પાસે એક નવું દબાણનું કેન્દ્ર બની રહ્યું છે. આ બંને સ્થિતિઓને કારણે આગામી સપ્તાહમાં દેશના ઘણા રાજ્યોમાં વરસાદની શક્યતા છે.
જાણો ક્યાં વિસ્તારોમાં થશે વરસાદ
IMDમાંથી મળતી માહિતી મુજબ આગામી સપ્તાહમાં ગુજરાત, ઝારખંડ, ઓરિસ્સા, પશ્ચિ બંગાળ, બંગાળના ગંગાના મેદાન, સિક્કિમ, આસામ, મેધાલય, અરુણાચપ્રદેશ અને અંદમાન નિકોબાર દ્વીપ સિવાય કોંકણ, કર્ણાટક, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને તેલંગાનામાં વરસાદની શક્યતા છે. આ જ રીતે કર્ણાટકના ઘણા જિલ્લાઓ અને કેરળ, લક્ષદ્રીપમાં ભારે વરસાદની શક્યતા છે. મોસમ વિભાગના જણાવ્યા મુજબ 18 અને 19 ઓક્ટોબરે હિમાચાલ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પણ ભારે વરસાદની શક્યતા છે. એમ કહેવાઈ રહ્યું છે કે તેના પગલે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોનું તાપમાન ઘટશે અને ઠંડક વધશે.
ઉત્તર અને મધ્ય ભારતમાં ભલે વરસાદે વિરામ લીધો હોય પરંતુ દક્ષિણના રાજ્યોને હાલ વરસાદથી રાહત મળવાની છે. દક્ષિણના રાજ્યોમાં આગામી થોડા દિવસો સુધી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. મોસમ વિભાગના જણાવ્યા મુજબ, આગામી ત્રણ દિવસમાં મધ્ય ભારતથી દક્ષિણ પૂર્વ મોનસૂનને પરત ફરવાની અનુકુળ સ્થિતિ બની રહી છે. આ સિવાય પૂર્વ ભારતના રાજ્યોમાંથી પણ મોનસૂન પરત ફરશે. સાથે જ ચોમાસાનો સમયગાળો પણ પૂરો થઈ જશે. જોકે દક્ષિણ ભારતના રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી વરસાદની શક્યતા છે.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર