નવી દિલ્હી: દેશમાંથી હવે ઠંડી (Winter)એ વિદાય લીધી છે. બીજી તરફ હવામાન વિભાગે (Weather Department) આગાહી કરી છે કે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં વરસાદ (Rain) પછી હવે તાપમાન ફટાફટ વધી શકે છે. મધ્ય પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં આંધીનો પણ ખતરો મંડાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે પણ દેશના મધ્ય અને પશ્ચિમ વિસ્તારોમાં ભારે પવન સાથે કરા પડી શકે છે.
IMDના કહેવા પ્રમાણે મોસમની ગતિવિધી આજે સવારથી પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ તરફથી આગળ વધશે. આ વિસ્તારોમાં 14મી માર્ચ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે.
આ રાજ્યોમાં વરસાદની સંભાવના
સ્કાઈમેટ વેધર પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ હિમાલયના રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઉત્તર અને પૂર્વ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ અને મધ્ય ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારો, મધ્ય પ્રદેશના અમુક વિસ્તારો અને છત્તીસગઢના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
All India Weather Forecast & Warning video based on 08:30 hours IST of 12-03-2021 pic.twitter.com/AFTo76l0KJ
— India Meteorological Department (@Indiametdept) March 12, 2021
પૂર્વ ભારતમાં આજથી વરસાદની ગતિવિધિ વધશે. પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝાહખંડ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આગામી 24 કલાકમાં કર્ણાટક, કેરળ અને તામિલનાડુમાં હળવો વરસાદ પડી શકે છે.