Home /News /national-international /

વર્ષના પહેલાં વિકેન્ડમાં J&K-હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા, દિલ્હીમાં વરસાદ

વર્ષના પહેલાં વિકેન્ડમાં J&K-હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા, દિલ્હીમાં વરસાદ

રવિવારે સવારે દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદો પડ્યો હતો

રવિવારે સવારે દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદો પડ્યો હતો

    ન્યૂઝ18 ગુજરાતી: નવા વર્ષના પહેલાં વીકેન્ડમાં જ દિલ્હીમાં વરસાદ પડ્યો છે. રવિવારે સવારે દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદો પડ્યો હતો. વરસાદના કારણે પારો ગગડતા ઠંડી વધી છે. જ્યારે જમ્મુ-કશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થઇ છે. હિમવર્ષાને કારણે સામાન્ય જન જીવન પર અસર પડી છે.

    જોકે, દિલ્હીમાં દિવસ કરતાં રાતે પારો વધારે ગગડે છે. જ્યારે સવારે મોડે સુધી ધુમ્મસ છવાયેલો રહે છે. શનિવારે મહત્તમ તાપમાન 23 ડિગ્રી રહ્યું હતું, જે સામાન્ય કરતાં 3 ડિગ્રી વધારે રહ્યું. જ્યારે લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી નોંધાયું હતું.

    ઉત્તર પ્રદેશમાં ધુમ્મસનું સામ્રાજ્ય

    ઉત્તર પ્રદેશમાં સતત બીજા દિવસે શનિવારે પણ ધુમ્મસ છવાયેલું રહ્યું. સ્થાનિક હવામાન વિભાગ અનુસાર, પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં ધુમ્મસને લીધે રેલ, સડક અને હવાઇ ટ્રાન્સપોર્ટેસનને અસર પહોંચી હતી.

    ઉત્તરાખંડમાં હિમવર્ષાની શક્યતા

    ઉત્તરાખંડના ચમોલી, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, પિથોરાગઠ અને બાગેશ્વરમાં આજે અને આવતી કાલે હિમવર્ષા અને વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને બણા જિલ્લાના અધિકારીઓને એલર્ટ પર રહેવા આદેશ કરાયો છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Snow fall, Weather change

    આગામી સમાચાર