Home /News /national-international /Weather Alert: 9 રાજ્યોમાં 5 દિવસ માટે ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી, એલર્ટ રહેવા સૂચના

Weather Alert: 9 રાજ્યોમાં 5 દિવસ માટે ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી, એલર્ટ રહેવા સૂચના

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 7મી માર્ચે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદ પડી શકે છે. આ દરમિયાન રાજ્યના અન્ય ભાગોમાં ઠંડો પવન ફૂંકાઈ શકે છે. ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવશે, તો ગરમીનું પ્રમાણ પણ ઘટી શકે છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીના પગલે શિયાળુ પાકને નુક્સાનની ભીતિ સેવાઇ રહી છે. જેથી ખેડૂતોની ચિંતા વધી છે.

Weather Forecast Today: IMDએ કહ્યું કે આગામી 48 કલાકમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વાપસી સાથે દક્ષિણ-પૂર્વીય દ્વીપકલ્પ પ્રદેશમાં પૂર્વોત્તર ચોમાસાનો વરસાદ શરુ થવાની શક્યતા છે.

નવી દિલ્હી. દિલ્હી-એનસીઆર (Delhi-NCR) સહિત દેશના કેટલાક ભાગમાં રવિવારે તીવ્ર આંધી અને તોફાન સાથે ભારે વરસાદ (Heavy Rain) થવાને લીધે ઠંડીમાં વધારો થયો છે. આ સાથે જ પહાડોથી લઈને મેદાનો સુધી ઠંડી (Winter)ની એન્ટ્રી થઈ ગઈ છે. દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ‘મધ્યમ’ શ્રેણીમાં 135 નોંધાયો છે. આ દરમ્યાન હવામાન વિભાગ (IMD)એ પોતાની તાજા આગાહી (Weather Forecast Today)માં કહ્યું છે કે 26 ઓક્ટોબર સુધીમાં ચોમાસું ફરી પાછું આવી શકે છે, એવામાં લગભગ 9 રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં આગામી 5 દિવસ સુધીમાં ભારે વરસાદ થવાનું અનુમાન લગાડવામાં આવ્યું છે. તો રાજ્યોને સતર્ક રહેવાની સૂચના મળી છે,

જણાવી દઈએ કે આ સમયે દેશના પર્વતીય વિસ્તારોમાં પહેલાંથી જ ભારે વરસાદ અને હિમવર્ષાનો માહોલ છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મૂ-કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં આ દિવસોમાં તીવ્ર વરસાદ થઈ રહ્યો છે. આ વરસાદને કારણે બનેલી દુર્ઘટનામાં અત્યારસુધીમાં લગભગ 60 ટ્રેકર્સ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

હવામાન ખાતાએ કહ્યું કે, હવેના 48 કલાકોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની સંપૂર્ણ વાપસી સાથે દક્ષિણ-પૂર્વીય દ્વીપકલ્પીય ક્ષેત્રમાં પૂર્વોત્તર ચોમાસાનો વરસાદ શરુ થવાની ધારણા (Weather Forecast) છે. આ ઉપરાંત એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ છે જે ઉત્તરીય પાકિસ્તાન અને તેના પડોશમાં હાજર છે.

કેરળ, તમિલનાડુ, પોંડીચેરી અને દક્ષિણ કર્ણાટકમાં 29 ઓક્ટોબર સુધીમાં હળવાથી મધ્યમ, ભારે વરસાદ સાથે ગર્જના અને વીજળી પડવાની સંભાવના છે.
તટીય કર્ણાટક માટે આ પ્રકારનું હવામાન એલર્ટ (Weather Alert) આગામી 4 દિવસ માટે અને તટીય આંધ્ર પ્રદેશ માટે 24 કલાકનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આઈએમડીએ 25થી 26 ઓક્ટોબર દરમ્યાન તમિલનાડુ અને પોંડિચેરીમાં અને 26 ઓક્ટોબરના કેરળ અને પોંડિચેરીના માહેમાં બહુ ભારે વરસાદની આગાહી કરી છે. તો હિમાચલ પ્રદેશ અને ઉત્તરીય હરિયાણામાં અલગ-અલગ જગ્યાએ કરા પડવાની શક્યતા છે. આઈએમડી બુલેટિન અનુસાર, આગામી 24 કલાકમાં જમ્મૂ અને કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના પૂર્વીય વિસ્તારોમાં ભારે વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે.
First published:

Tags: Delhi ncr, IMD, IMD Warning, National news, Weather forecast