Home /News /national-international /દેશનાં ઘણાં રાજ્યોમાં પડશે કાળઝાળ ગરમી, આગામી 5 દિવસમાં તૂટશે ઘણાં રેકોર્ડ

દેશનાં ઘણાં રાજ્યોમાં પડશે કાળઝાળ ગરમી, આગામી 5 દિવસમાં તૂટશે ઘણાં રેકોર્ડ

ઉત્તર પશ્ચિમ ભારતમાં લૂનો પ્રકોપ યથાવત રહેશે. આ વચ્ચે દિલ્હીમાં બુધવારે મોટા ભાગનાં વિસ્તારમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસની વૃદ્ધિ જોવા મળશે

Weather Alert: હવામાન ખાતાએ પહેલાં કહ્યું હતું કે, ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારતનાં આસપાસનાં ભાગમાં એપ્રિલમાં વધુ ભારે અને સતત લૂની સ્થિતિ જોવા મળે તેવી આશંકા છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી પાંચ દિવસમાં પારો 4થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધે તેવી શક્યતા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ગત દિવસોમાં દેશનાં મોટાભાગનાં વિસ્તારમાં પ્રી મોનસૂન ગતિવિધિઓ જોવા મળી રહી છે. સાથે જ ઘણાં રાજ્યોમાં ધૂળ ભરેલું વાવાઝોડુ પણ ફુંકાયુ હતું. હવે ગરમીથી રાહત મળશે તેવું લોકો માનતા હતાં. પણ હવામાન ખઆતા (IMD) મુજબ ભયંકર ગરમીથી રાહત મળવાનો હાલમાં કોઇ આસાર નથી. એટલું જ નહીં IMDએ એલર્ટ જાહેર કર્યું છએ કે, આગામી 5 દિવસમાં ગરમીનો રેકોર્ડ તુટી શકે છે. દેશનાં મોટાભાગનાં રાજ્યોમાં 43થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પારો જઇ શકે છે.

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ દરમિયાન વિદર્ભ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આકરી ગરમી પડશે. 28 એપ્રિલથી 1 મે દરમિયાન પંજાબ, હરિયાણા-ચંદીગઢ અને દિલ્હીમાં પણ ગરમીના રેકોર્ડ તૂટી શકે છે. બીજી તરફ બિહાર અને ઉત્તર પ્રદેશમાં ગરમીને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છત્તીસગઢ અને ગુજરાતમાં પણ આગામી બે દિવસ દરમિયાન હીટવેવની શક્યતા છે.

    તાપમાન 4 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધશે
    આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં તાપમાનમાં 4 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે.પૂર્વ ભારતમાં પણ ગરમી વધવાની છે. ખાસ કરીને બિહાર, ઓડિશા અને બંગાળના ઘણા વિસ્તારો તીવ્ર ગરમીની લપેટમાં આવી શકે છે. ઝારખંડ અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં તાપમાન 40-42 ડિગ્રી વચ્ચે રહે છે. આગામી 2-3 દિવસમાં તેમાં વધુ વધારો થઈ શકે છે.

    આ પણ વાંચો-ગુજરાતીઓ સાચવજો! આજે આ વિસ્તારોમાં ગરમીનો પારો જઇ શકે છે 42 ડિગ્રીને પાર

    ગરમીના રેકોર્ડ સતત તૂટી રહ્યા છે
    હવામાન વિભાગે અગાઉ કહ્યું હતું કે ઉત્તરપશ્ચિમ ભારત અને મધ્ય ભારતના આસપાસના ભાગોમાં એપ્રિલમાં વધુ તીવ્ર અને સતત હીટ વેવની સ્થિતિ રહેવાની સંભાવના છે. આ વર્ષે માર્ચ મહિનો ભારતમાં છેલ્લા 122 વર્ષમાં સૌથી ગરમ મહિનો હતો અને આ દરમિયાન દેશના મોટા ભાગને તીવ્ર ગરમીના પ્રકોપનો સામનો કરવો પડ્યો હતો.

    ભયંકર ગરમીની ચપેટમાં દિલ્હી
    ઉત્તરપશ્ચિમ ભારતમાં ગરમીનું મોજું ચાલુ છે અને તે દરમિયાન દિલ્હીમાં બુધવારે મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળ્યો હતો. સફદરજંગમાં મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે મંગળવારે 40.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પિતામપુરામાં 43.6 ડિગ્રી અને મુંગેશપુરમાં 44.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. 21 એપ્રિલ 2017ના રોજ રાજધાનીમાં મહત્તમ તાપમાન 43.2 ડિગ્રી સેલ્સિયસ હતું. નોંધવામાં આવ્યું હતું. 29 એપ્રિલ 1941ના રોજ એપ્રિલમાં મહત્તમ તાપમાન 45.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. નોંધવામાં આવ્યું હતું.
    " isDesktop="true" id="1203610" >

    આ વિસ્તારમાં પડી શકે છે વરસાદ
    સ્કાયમેટ વેધર અનુસાર, સિક્કિમ, પૂર્વોત્તર ભારત અને ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. કેરળ અને કર્ણાટકના દક્ષિણ ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર આંતરિક કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર એક કે બે જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે. (ભાષા ઇનપુટ સાથે)
    Published by:Margi Pandya
    First published:

    Tags: Heat wave, Todays weather, Weather Alert

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन