Home /News /national-international /

આજથી આ રાજ્યોમાં શરૂ થશે ભારે ગરમી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

આજથી આ રાજ્યોમાં શરૂ થશે ભારે ગરમી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

આગામી દિવસોમાં ગરમી વધશે

Weather Alert: હવામાન વિભાગે આગલાં ત્રણ દિવસ માટે ઉત્તર, ઉત્તર-પશ્ચિમ ભારત માટે એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારમાં તાપમાન 2થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે.

    નવી દિલ્હી: ગત એક અઠવાડિયા દરમિયાન દેશનાં ઘણાં વિસ્તામાં પ્રી મોનસૂન ગતિવિધિઓ અને ધૂળ ભરેલી ડમરીઓ ઉડતી જોવા મળસી તેથી લોકોને એમ કે હવાનો મિજાજ બદલાઇ રહ્યો છે પણ હાલમાં ગરમીમાં કોઇ રાહત નહીં મળે. હવામાન વિભાગ મુજબ દેશનાં ઘણાં રાજ્યોમાં ફરી એક વખત ભીષણ ગરમીનો સમય શરૂ થઇ ગયો છે. ખાસ કરીને ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતમાં તાપમાન વધશે. એટલે કે દિલ્હી, પંજાબ, ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે.

    હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે ઉત્તર, ઉત્તર-પશ્ચિમ ભારત માટે એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારમાં તાપમાન 2થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે.

    આ પણ વાંચો-Jahangirpuri Violence: દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિની શોભાયાત્રામાં પત્થરમારો, પોલીસકર્મી સહિત ઘણા ઇજાગ્રસ્ત

    લૂ લાગવાની સંભાવના
    ઉત્તર પ્રદેશ અને વિદર્ભમાં 20 એપ્રિલ સુધી તીવ્ર ગરમીનું મોજું રહેશે. બીજી તરફ પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને પેટા-હિમાલય પ્રદેશ તેમજ સિક્કિમમાં 20 એપ્રિલ સુધી તીવ્ર ગરમીનું મોજું પડી શકે છે. મધ્યપ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. અહીં 19 અને 20 એપ્રિલે તાપમાનમાં 3 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળી શકે છે.

    આ રાજ્યોમાં વરસાદી માહોલ-
    સ્કાયમેટ વેધર અનુસાર, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય તમિલનાડુ, કેરળ અને દક્ષિણ કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં એક-બે જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે. આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના ભાગોમાં છૂટાછવાયા વાવાઝોડાં અને હળવો વરસાદ થઈ શકે છે.

    તાપમાન 40 ડિગ્રીને પાર
    ચંદીગઢ હવામાન વિભાગના અહેવાલ મુજબ, હરિયાણાના ગુરુગ્રામમાં 42.3 ડિગ્રી સેલ્સિયસ જ્યારે નારનોલમાં 41.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. રિપોર્ટ અનુસાર, સિરસા અને હિસારમાં તાપમાન અનુક્રમે 41.9 અને 40.8 ડિગ્રી સેલ્સિયસ હતું. અંબાલામાં મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી સેલ્સિયસ જ્યારે ભિવાનીમાં 40.3 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. પંજાબના ભટિંડામાં મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ જ્યારે હોશિયારપુરમાં મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમૃતસર, લુધિયાણા અને પટિયાલામાં મહત્તમ તાપમાન અનુક્રમે 38.3, 37.9 અને 39.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. (ભાષા ઇનપુટ સાથે)
    Published by:Margi Pandya
    First published:

    Tags: Heat wave, North west india, Weather Alert

    આગામી સમાચાર